ગત 23 માર્ચ, 2020ના રોજ ‘રન ફોર ભગતસિંહ’ અભિયાન હેઠળ ભગતસિંહ ક્રાંતિ દળના પચીસ યુવાનોએ સોમનાથથી દિલ્હી સુધીની 2200 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી એક લાખ જેટલા નાગરીકોની સહી સાથે આ દેશના વીર સપૂત શહીદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને માનભેર શહીદનો દરજ્જો પ્રાપ્ત થાય તથા તેઓ ભારતરત્ન એવોર્ડથી સન્માનિત થાય તેવું આવેદન નવીદિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રૂબરૂ પહોંચીને આપ્યું હતું. આ આવેદનની તમામ માંગ તાત્કાલીક પૂર્ણ થાય તે માટે આજે કલેકટરને આવેદન પાઠવાયું હતું. જ્યાં સુધી શહીદ ભગતસિંહ અને તેમના ક્રાંતિકારી સાથીઓને ભારત રત્ન એવોર્ડ નહીં મળે ત્યાં સુધી અભિયાન ચાલુ રાખવાની ચિમકી ભગતસિંહ ક્રાંતિ દળે ઉચ્ચારી હતી.



