ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. દેશની શાન ગણાતા સિંહ દર્શનનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા હતા.સાતમ, આઠમ અને રવિવાર એમ ત્રણ દિવસ દરમિયાન કુલ 6500થી વધુ પર્યટકોએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. તહેવાર દરમિયાન બાળકો, યુવાનો, મહિલાઓ અને પરિવાર સાથે આવેલા પર્યટકોએ સિંહ, હરણ જેવા વન્યજીવોના દર્શન કરી અનોખો અનુભવ મેળવ્યો હતો. સફારી પાર્ક નજીક આવેલ ખોડિયાર ડેમ અને ખોડીયાર મંદિર ખાતે પણ પર્યટકો મોટી સંખ્યામાં દર્શન કરવા ગયા હતા. તહેવારોમાં પર્યટકોના વધેલા પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોનક જોવા મળી હતી.



