લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેતી ઐશ્વર્યાની નેટવર્થનો આંકડો સાંભળશો તો તમારા પગતળેથી જમીન ખસી જશે
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ તો છે જ, પણ એની સાથે સાથે તે બચ્ચન પરિવારની બહુરાની પણ છે. ર્સનલ લાઈફને કારણે ઐશ્વર્યા સતત ચર્ચામાં રહે છે ત્યારે લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેતી ઐશ્વર્યાની નેટવર્થનો આંકડો સાંભળશો તો તમારા પગતળેથી જમીન ખસી જશે. એટલું જ નહીં આ સાથે ઐશ્વર્યા બોલીવૂડની બીજી સૌથી ધનવાન એક્ટ્રેસ બની ગઈ છે. ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં અનેક સમયથી ફિલ્મોથી દૂર છે પણ તેમ છતાં તેની નેટવર્થમાં વધારો થઈ રહ્યો છે. કમાણીના મામલા એશબેબીએ અનેક એક્ટ્રેસને પાછળ મૂકી દઈને ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ બની ગઈ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા એક ફિલ્મમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. આ સિવ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 6થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
- Advertisement -
વાત કરીએ બચ્ચન પરિવારની બહુરાનીની કુલ નેટવર્થ વિશે તો તે 900 કરોડ રૂપિયા જેટલી છે અને આ સાથે જ તે સૌથી વધુ કમાણી કરનારી ભારતની બીજી એક્ટ્રેસ બની ગઈ છે. આ સિવાય ઈન્વેસ્ટમેન્ટને કારણે ઐશ્વર્યા એક કુશળ ઉદ્યમી પણ છે. રિયલ એસ્ટેટની વાત કરીએ તો ઐશ્વર્યાએ અનેક પ્રોપર્ટી ખરીદી છે. તે બાંદ્રાના એક મોટા બંગલોમાં રહે છે, જેની કિંમત 50 કરોડ રૂપિયા છે અને આ સિવાય દુબઈમાં એની એક વિલા પણ છે. ઐશ્વર્યા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અને તે છેલ્લે 2023માં આવેલી ફિલ્મ પીએસ 2માં જોવા મળી હતી. ત્યાર બાદ તેણે કોઈ પ્રોજેક્ટની જાહેરાત નથી કરી. તે મોટાભાગનો સમય આરાધ્યા સાથે અને એના ઉછેરમાં જ પસાર કરે છે.
હાલમાં જ ઐશ્વર્યા રાય-બચ્ચન, આરાધ્યા બચ્ચન અને અભિષેક બચ્ચન ત્રણેય જણાણ મુંબઈ એરપોર્ટ પર સાથે દેખાયા હતા. ત્રણેય જણને એક સાથે ફેમિલીની જેમ જોઈને ફેન્સ પણ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા. વાત કરીએ આરાધ્યાની તો આરાધ્યા પણ મમ્મી ઐશ્વર્યા જેવી જ સુંદર લાગે છે અને પોતાના સંસ્કારો અને સ્માઈલથી ફેન્સને ઘેલા બનાવે છે.