વિદેશી નાગરિક માતા-પુત્રીની ધરપકડ
દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ એરપોર્ટના કસ્ટમ વિભાગે 2 વિદેશી નાગરિકો પાસેથી જપ્ત કર્યુ છે. જેની કિંમત 25 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. ધરપકડ કરાયેલા બંને વિદેશી નાગરિક સંબંધમાં મા અને પુત્રી છે. માતા અને પુત્રીની આ જોડી વિદેશી પર્યટક બનીને મુંબઈ આવી હતી. ધરપકડ બાદ મહિલાએ જણાવ્યુ છે કે તે અને તેમની પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગથી કતારના દોહા થતા મુંબઈ આવી છે.



