નાળાંની મોટા ભાગની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લું મુકાશે
રાજકોટમાં ડો. દસ્તુર માર્ગ સામે રેલવે ટ્રેક નીચેથી તૈયાર કરવામાં આવી રહેલા બોક્સ ક્લવર્ટ (નાલુ) ટૂંક સમયમાં શરુ થઇ જશે. 2023થી ચાલી રહેલું આ કામ 2025ના મે મહિના ના અંત સુધીમાં કે જૂનની શરૂઆતમાં પૂર્ણ થવાની આશા છે, કારણકે, આ પ્રોજેક્ટની મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. આ કામ રેલવે-મહાપાલિકા દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા બોક્સ કલ્વર્ટ બનાવવાનો ઈરાદો જાહેર કર્યા બાદ જમીન સંપાદન સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળનું કામ રેલવેએ શરૂ કર્યું હતું. આ કામનો ખર્ચ અંદાજે 4.13 કરોડ પહોંચી જવા પામ્યો છે. આ ભોંયરા જેવા નાલામાંથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર જ પસાર થઈ શકશે. જેનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે.