સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના બનાવી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે. આજે તા. ૦૬-૦૯-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન આવાસ યોજનાઓમાં ખાલી રહેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આવાસોમાં ગેરકાયદેસર કબજો ધરાવતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

- Advertisement -
મ્યુનિ. કમિશનરએ વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજના, નટરાજનગર સાધુવાસવાણી રોડ પર આવેલ રાજીવ આવાસ યોજના, મારુતી સર્વિસ સ્ટેશન પાછળ મોરબી રોડ પર આવેલ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ અને જકાતનાકા પાછળ કુવાડવા રોડ પર આવેલ BSVP – ૨ આવાસ યોજનાની મુલાકાત કરી હતી.
મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલા આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને RMC હસ્તકની આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવા સુચના આપી હતી સાથોસાથ સ્વચ્છતા જાળવવા બાબતે પણ સૂચન કર્યા હતા.

- Advertisement -
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ઇન્ચાર્જ આવાસ યોજનાના સિટી એન્જી. એસ. બી. છૈયા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડે. એન્જી. પી.ટી. પટેલ, આસી. મેનેજર કૌશિક ઉનાવા અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર ઉપસ્થિત રહ્યા હતા.



