સંતાડેલો ગાંજો ડોગ સ્કવોડના શેરાએ શોધી કાઢ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પોલીસમાં માદક પદાર્થો શોધવા માટેની ખાસ તાલીમ લીધેલા શેરા’ નામના ગુનાશોધક શ્વાનને કારણે સાગર ચોક નજીક RMC ક્વાર્ટરમાંથી પોલીસે 2.341 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજકોટ શહેર SOG પીઆમ એસ એમ જાડેજા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર સાગર ચોક નજીક RMC ક્વાર્ટરમાં રહેતો ઇમરાન બેલીમ (ઉ.વ.32) પોતાના મકાનમાં માદક પદાર્થનું વેચાણ કરે છે આ માહિતીના આધારે પીઆઈ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને સાથોસાથ રાજકોટ પોલીસ બેડામાં સામેલ થયેલા અને માદક પદાર્થો પકડવાની તાલીમ લીધેલા ’શેરા’ નામના શ્વાનને પણ સાથે લીધો હતો રાજકોટ પોલીસ ટીમ શેરા’ને સાથે રાખી તપાસ કરી રહી હતી. આ દરમિયાન ક્વાર્ટરમાં પ્રવેશી હોલ બાદ રૂમમાં પ્રવેશતાની સાથે જ એક કોઠી પડેલ હતી, પોલીસ જવાને ઉપર રહેલ થેલો હટાવી કોઠી ખોલવાનું કહેતા અંદર સૂંઘતાની સાથે જ ‘શેરા’એ ભસવાનું શરૂ કરી દીધું હતું અને પોલીસે જોયું તો અંદર માદક પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અંદર રહેલ થેલાની તલાસી લેતા અંદરથી 2.341 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. SOG એ તેની કિંમત રૂ.23,410 ગણી હતી. આ ઉપરાંત બે મોબાઈલ સહિત કુલ રૂ.34,110નો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટ શહેર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો ઇમરાન બેલીમ ઉ.32 હાલ રીક્ષા ડ્રાઈવિંગ કામ કરતો હોવાનું અને ક્વાર્ટર નંબર 13-1416માં ભાડેથી રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તે પોતે ગાંજો લઈ આવી તેની છૂટક પડીકી બનાવી વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવતો અને કેટલા સમયથી ગાંજાનો વેપાર કરતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જઘૠ ગાંજો સપ્લાય કરનાર શખ્સો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.