થેલેસેમિયા મેગાટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં 1 કરોડ નિ:શુલ્ક ટેસ્ટની મહત્ત્વની આરોગ્ય સેવાની દિશામાં ટઢઘ સંસ્થાએ આગવી પહેલ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે ટઢઘ શ્રીનાથધામ હવેલીનો સપ્તમ પાટોત્સવનું આયોજન હવેલીના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ટઢઘ દ્વારા સમગ્ર ભારતમાં 1 કરોડ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનું નિ:શુલ્ક ટેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટઢઘ શ્રીનાથધામ હવેલીના સપ્તમ પાટોત્સવ પ્રસંગે ટઢઘ દ્વારા આરોગ્ય સેવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે, જે માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે. થેલેસેમિયા મેગાટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં 1 કરોડ નિ:શુલ્ક ટેસ્ટની મહત્ત્વની આરોગ્ય સેવાની દિશામાં ટઢઘ સંસ્થાએ આગવી પહેલ કરી છે ત્યારે સેવા એજ ભક્તિ, સેવા એ જ સંગઠન એ ઉદ્દેશ્ય સાથે વ્રજરાજકુમાર મહોદયના માર્ગદર્શનમાં ટઢઘ જેવા સંગઠનનો અને સૌ સરકારના પ્રયાસોમાં જોડાઈને રાષ્ટ્રહિત માટે યોગદાન આપીને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બનશે તેવો વિશ્ર્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ટઢઘ ના વિવિધ શાખાઓમાં ધાર્મિક, સામાજિક અને સેવાકીય જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ સેવા આપનાર 7 શાખાના પ્રતિનિધિઓને વ્રજરાજકુમાર અને મુખ્યમંત્રીના વરદહસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ભવ્ય કાર્યક્રમમાં મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, જયેશભાઈ કોટડીયા, અતુલભાઈ મારડિયા, સુરેશભાઈ સોની અને ઈશ્ર્વરભાઈ ત્રાડા સહિતના બધા સહયોગી બન્યા હતા. આ અવસરે મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને જીતુભાઈ વાઘાણી, ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ડો. પ્રદીપભાઈ ડવ, ડો. ભરતભાઈ બોઘરા, માધવભાઈ દવે, લીલુબેન જાદવ, મનીષભાઈ રાડીયા, ગુણવંતભાઈ ડેલાવાડા, અશોકભાઈ શાહ, દાસભાઈ ગજેરા, પાર્થભાઈ કનેરીયા, સુરેશભાઈ કાછડીયા, નીતિનભાઈ પટેલ, સુનિલભાઈ ગણદેવીકર, મનસુખભાઈ પાન, નાથાભાઈ કાલરીયા, હેમંતભાઈ પટેલ, પુનિતભાઈ ચોવટીયા, જયેશભાઈ વાછાણી સહિત બધા ઉપસ્થિત રહ્યા હતા.



