રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવા નવા વન્યપ્રાણીઓના પાંજરાઓ બનાવી વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ ભારતના અન્ય પ્રાણીસંગ્રહાલય ખાતેથી વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

- Advertisement -
તા.૨૩/૦૮/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચા અને ઝૂ કમિટી ચેરમેન શ્રીમતી અનિતાબેન ગૌતામગીરી ગોસ્વામી, વાઈસ ચેરમેન શ્રીમતી કંકુબેન ઉધરેજા તથા સભ્ય અસ્મિતાબેન દેલવાડિયા દ્વારા ઝૂની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ તાજેતરમાં સુરત ઝૂ ખાતેથી લાવવામાં આવેલ વન્યપ્રાણીઓ જળબિલાડી તથા દીપડા વિશે જીણવટ ભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેઓએ ઝૂ ખાતેના તમામ પ્રાણીઓના પાંજરાઓની મુલાકાત લઇ તમામ પ્રાણીઓની ખાસીયત, ખોરાક, પાણી, સફાઈ વિગેરેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ઝૂ ખાતે ભવિષ્યમાં આવનારા પ્રાણીઓની લગત માહિતી મેળવી હતી.

ટીમ દ્વારા તમામ વન્યપ્રાણી-પક્ષીઓને જોઈ, પ્રાણી-પક્ષીઓની તંદુરસ્તી તથા સમગ્ર ઝૂની ચોખ્ખાઈ જોઈ પ્રભાવિત થયા હતા તથા ઝૂ શાખાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -



