ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ બુધવારે જારી કરવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બોલર યથાવત છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ ઓલરાઉન્ડર્સની શ્રેણીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય બોલર બુમરાહ, જેણે જાન્યુઆરીમાં 907 પોઈન્ટસ સાથે અત્યાર સુધીની સર્વોચ્ચ રેન્કિંગ રેટિંગ નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો, તે 908 પોઈન્ટ સાથે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં છે. ઓસ્ટ્રેલિયાનાં પેટ કમિન્સ 841 અને દક્ષિણ આફ્રિકાનાં કાગિસો રબાડા 837 રેકિંગ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનનો નોમાન અલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં છ વિકેટ લઈને ટોપ 10માં પ્રવેશ્યો હતો. જાડેજા 400 રેટિંગ પોઈન્ટ ઓલરાઉન્ડરોમાં ટોચનું સ્થાન જાળવી રાખે છે.