શાપરમાં પતંગ લેવા ગયેલા 11 વર્ષના માસૂમનું વિજતારને અડી જતાં મૃત્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાપરમાં 11 વર્ષનો તરૂણ ધાબા પરથી ચાલુ વિજ લાઈન પર અટવાયેલી પતંગ લેવા હાથ નાખતા વિજશોક લાગતા ત્યાં જ ભડથું થઈ ગયો હતો બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ઘટનાની પોલીસને જાણ કરતા શાપર પોલીસે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડી ધોરણસરની કાર્યવાહી કરી હતી બનાવની કરુણતા એ છે કે અલીપૂરથી દસ દિવસ પૂર્વે જ શાપર રહેતા મામાના ઘરે આવ્યો હતો અને મોતને ભેટ્યો હતો. મૂળ પશ્વિમ બંગાળના અલીપુરનો વતની અને હાલ શાપર મામાના ઘરે આવેલો કુશબીર શુભાષભાઈ શર્મા ઉં.11 વર્ષ નામનો તરૂણ શાપર મામાના ઘરે હતો ત્યારે ધાબા પરથી ઈલેકિટ્રક સબ સ્ટેશનના વીજ પોલ પર પતંગ લેવા જતા જ વિજ શોક લાગતા તાર સાથે ચોંટી ગયો હતો અને ત્યાં જ ભડથું થઈ ગયો હતો બનાવને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘટનાની પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકના જમાદાર મુકેશ ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



