ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા ડ્રગ્સના દુષણ સામે શહેર અને જિલ્લામાં અનેક કાર્યક્રમો થકી યુવાનોમાં જાગૃતિ ફેલાવા અનેક પ્રયાસો કર્યા છે.ત્યારે વધુ એકવાર બે યુવાનો જૂનાગઢથી ક્ધયા કુમારી સુઘી બાઇક પર સાહસયાત્રા શરુ કરી છે જેનો હેતુ SAY NO TO DRUGS સાથે યાત્રા શરુ કરતા એસપી હર્ષદ મેહતા દ્વારા ફ્લેગ ઓફ આપી આ ડ્રગ્સ વિરોધી મુહીમ સામે બંને યુવાનો શુભેચ્છા આપી હતી.
આ સાહસયાત્રામાં બાઈક રાયડર જશરાજ નીલેશભાઈ મેવચા અને હાર્દિક નીતિનભાઈ કારીયા જેઓ જૂનાગઢ થી ક્ધયા કુમારી પરત સુધીનું 6000 કિ.મી. નું અંતર 20 દિવસમાં કાપશે. જેમા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોઆ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ એમ કુલ-06 રાજ્યોની સફર ખેડશે જેનો હેતુ યુવાધનને ડ્રગ્સના દુષણથી દુર રહેવા અને જન જાગૃતીના અભીયાન વધુ વેગ આપવામાં આવશે.



