ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારના ડુંગરપુર ગામે આજે જુનાગઢ, ભુજ અને ભાવનગરની વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડુંગરપુર ગામે વીજ ચેકિંગ દરમિયાન વીજકર્મી પર હુમલો કરાયો હતો જેમાં તેમની સાથે ઝપાઝપી કરી હુમલો કરાતા ત્રણ વીજકર્મીઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે વિપુલભાઈ રંગજિતભાઈ ગાવીત જેવો ભુજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ બોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે જેવો પાલીતાણાના ડુંગરપુર ખાતે વીજ ચેકિંગ અર્થે આવ્યા હતા જેમાં તેમની પર હુમલો કરાયો હતો. ડુંગરપુર ગામના અજાણ્યા પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ દિલીપ ભીમજી ડાભી નામના વ્યક્તિના હીરાના કારખાનામાં ચેકિંગ કર્યા બાદ પરત નીકળતા વખતે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરી માર માર્યો હતો
- Advertisement -
કેમ વારંવાર વીજ ચેકિંગ સાથે આવો છો તેમ કહી માર માર્યો જ હોવાની ફરિયાદ દાખલ કરાય માર મારતા ઇજાઓ પહોંચી હતી જેમાં સીસીટીવી સહિત આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કારખાનામાં ચેકિંગ બાદ કોને હુમલો કર્યો ? જો વીજ ચોરી ન કરતા હોય તો કર્મચારીઓની કામગીરીમાં કેમ રૂકાવટ કરી ? ત્યારે પોલીસ તપાસમાં સીસીટીવીમાં કોણ કોણ અને કોના નામો બહાર આવે તે પણ જોવું રહ્યું ત્યારે હાલ હુમલો કરાતા પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.