By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    50 minutes ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    1 hour ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    22 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    24 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    2 minutes ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    22 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    22 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    22 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    17 minutes ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    38 minutes ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    45 minutes ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાહુલ ગાંધીએ કરી અદાણીની ધરપકડની માંગ, પ્રધાનમંત્રી મોદી પર પણ લગાવ્યો આરોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાહુલ ગાંધીએ કરી અદાણીની ધરપકડની માંગ, પ્રધાનમંત્રી મોદી પર પણ લગાવ્યો આરોપ
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ કરી અદાણીની ધરપકડની માંગ, પ્રધાનમંત્રી મોદી પર પણ લગાવ્યો આરોપ

Khaskhabar Editor
Last updated: 2024/11/21 at 2:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરૂદ્ધ 250 મિલિયન ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માગ કરી છે. ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે. તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં, હિન્દુસ્તાનમાં અદાણી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.

ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અદાણીનું હોવાનો પણ દાવો

- Advertisement -

ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અદાણી કરતા હોવાનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદીજી કહે છે કે, દેશમાં કોઈ ક્રાઈમ કરે તો જેલમાં ધકેલી દઈશું. હવે તો અમેરિકન એજન્સી કહે છે કે, અદાણીને ગુનો કર્યો છે, લાંચ આપી છે, ભારતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, અદાણીએ ઊંચા ભાવે વીજળી આપી છે. તો પણ તેમને કશું થતું નથી અને વડાપ્રધાન ઈચ્છે તો પણ કંઈ કરી શકે એમ નથી કારણ કે, ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અને ફંડિંગ સ્ટ્રક્ચર અદાણીના હાથમાં છે. અદાણીજીએ હિંદુસ્તાનને હાઈજેક કરી લીધું છે, હિંદુસ્તાન અદાણીની ગ્રીપમાં છે.’

દેશમાં ફક્ત નાના ગુનેગારો જેલમાં જાય છે

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કરતાં કહ્યું છે કે, ‘ગૌતમ અદાણીએ દેશની સંપત્તિનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે, પરંતુ તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. શ્રીલંકા, બાંગ્લાદેશ, કેન્યામાં અદાણી વિરૂદ્ધ તપાસ થઈ રહી છે, પરંતુ હિંદુસ્તાનમાં અદાણી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય કારણ કે તેમની સાથે મોદીજી છે. દેશમાં યુવાનોને રોજગારી નથી મળતી, મોંઘવારી વધી રહી છે અને નાના લોકોને જેલ થઈ જાય છે. એક વ્યક્તિ રૂ. 10-15 કરોડનું કૌભાંડ કરે તો તેમને જેલની સજા થાય છે. અમે અદાણીના ભ્રષ્ટાચારની તપાસની સતત માગ કરી રહ્યા છીએ.’

- Advertisement -

મોદીજી અને અદાણીજીની પાર્ટનરશિપનો આરોપ

મોદીજી અને અદાણીજીની પાર્ટનરશિપ છે એવું કહીને રાહુલ ગાંધીએ ગંભીર આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું કે, ‘હિંદુસ્તાનના એરપોર્ટ, પોર્ટ્સ અને ડિફેન્સ બધું જ અદાણીજીના હાથમાં છે. જો કે, મોદીજી અદાણીની ધરપકડ નહીં કરી શકે. હિંદુસ્તાનના વડાપ્રધાનમાં એ ક્ષમતા નથી કારણ કે, જે દિવસે અદાણીની ધરપકડ થઈ ત્યારે તેઓ પણ જેલમાં જશે.’

મોદીજીની છબિ ચૂર ચૂર કરી દીધી હોવાનો પણ દાવો

આ દરમિયાન રાહુલ ગાંધીને સવાલ કરાયો હતો કે, સરકાર અને અદાણી પર સતત આરોપો પછીયે કશું થયું નથી? જો કે, આ સવાલને અધવચ્ચે જ અટકાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘એવું નથી કે કંઈ થયું જ નથી. અમે મોદીજીની છબિ ચૂર ચૂર કરી દીધી છે. અમે ધીમે ધીમે એક ભ્રષ્ટ નેટવર્કનો પર્દાફાશ કરી રહ્યા છીએ અને માધબી પુરી બુચ તેનું ઉદાહરણ છે. અમને સરકારી એજન્સીઓની પણ કોઈ મદદ નથી કારણ કે, તેનો કંટ્રોલ મોદીજીના હાથમાં છે. અમે સાબિત કરી જ દીધું છે કે, અદાણી અને મોદી એક જ છે. મોદીજી ભ્રષ્ટ છે અને અદાણી તેના બેકમેન છે. આ લોકોએ દેશ હાઈજેક કરી લીધો છે પણ અમે અમારી જોબ કરીએ છીએ, વિપક્ષી નેતાઓ સક્રિય છે, અનેક એક્ટિવિસ્ટ પણ કામ કરી જ રહ્યા છે. મને ખાતરી છે કે, એક દિવસ ભ્રષ્ટાચારનું આ માળખું તૂટી જશે.’

માધબી બુચને હટાવવાની રાહુલ ગાંધીની માગ

રાહુલ ગાંધીએ સેબીના વડાં માધબી પુરી બુચના કિસ્સાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘સેબીના વડાં માધબી પુરી બુચ જ અદાણીની કંપનીઓને રક્ષણ આપી પાડી રહ્યા છે. હજુ સુધી તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કે તપાસ થઈ રહી નથી. કોંગ્રેસે માધબી પુરી બુચને હટાવીને યોગ્ય લાયકાત ધરાવતા પ્રામાણિક વ્યક્તિને સેબીના વડા તરીકે બેસાડવાની માગ કરી છે. માધબી પુરી બુચનું કામ રિટેલ શેરધારકોને બચાવવાનું છે, પરંતુ તેઓ એક વ્યક્તની કંપનીઓને રક્ષણ આપી રહ્યા છે અને તેમાં રોકાણ પણ કરી રહ્યા છે.’

વીજળી મોંઘી થવા પાછળનું કારણ અદાણીનો ભ્રષ્ટાચાર

વીજળી મોંઘી થઈ રહી હોવાનો આરોપ પણ રાહુલ ગાંધીએ અદાણી જૂથ પર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘ભારતમાં વીજળી મોંઘી થઈ રહી છે કારણકે, અદાણી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા રજૂ કરાયેલા પુરાવામાં દર્શાવેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ 2024માં તેમના પ્રોજેક્ટ શરૂ થયા હતા. અમેરિકામાં રોકાણકારોને ખોટું બોલી ફંડ લીધું તો અમેરિકાના કમિશને સવાલ ઉઠાવ્યો અને તપાસ શરૂ કરી, જ્યારે અદાણી ગ્રૂપના શેરબજારમાં ભારતીય રોકાણકારોને અન્યાય કરી રહ્યા હોવા છતાં સેબી અને સરકાર કશું જ નથી કરી રહ્યા.’

You Might Also Like

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

AI સાથેના મોહમાં તૂટતા સંબંધો

સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા

ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર

નેપાળમાં ‘Gen Z’ સરકાર

TAGGED: GAUTAM-ADANI-BRIBERY-CASE, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આયુષ્માન કાર્ડ ખોવાય જાય તો પણ મળશે મફત સારવાર, જાણો કેવી રીતે
Next Article દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય
અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાષ્ટ્રીય

AI સાથેના મોહમાં તૂટતા સંબંધો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?