જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ યોજાઇ હતી જેમાં એક દિવસમાં નવા મતદાર બનવા માટે 2000 અરજી આવી હતી. જયારે સૌથી વધુ નામ સરનામા ભાગ ફેરફાર કરવા માટે 2167 અરજી આવી હતી. જયારે ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ જોડવા માટે હજુ મતદારોમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ચૂંટણી તંત્ર દ્વારા હાલ મતદારયાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં આવેલા 1347 મતદારન મથકો ખાતે બીએલઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં ખાસ ઝુંબેશ દરમિયાન કુલ 5122 અરજી આવી હતી. જેમાં નવા મતદાર બનવા માટે 2000અરજી આવી હતી. તેમાં સૌથી વધુ જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાંથી જ 635 અરજી આવી હતી. નામ કમી કરાવવા માટે 730, નામ સરનામા અને મતદાન મથકના ભાગ ફેરફાર માટે 2167 આવી હતી. જયારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવા માટે હજુ મતદાનમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. હજુ ગામી રવિારે પણ મતદાન મથક પર મતદારયાદી ખાસ સુધારણા કામગીરી થશે.



