ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર પંથકના દારૂના ગુન્હામાં જામસખપુરના બુટલેગરને સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય
- Advertisement -
જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાણા ઉર્ફે રણજીત પોલાભાઈ મોરી ઉ.વ.30 રહે જામસખપુર ગામ પાણીના ટાંકા સામે,તા. જામજોધપુર, જી. જામનગરવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ હતો.