મજેવડી બનવાના નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એસપી હર્ષદ મહેતાના નેતૃત્વમાં સરપ્રાઇઝ કોમ્બિંગ કરી 143 શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો અને નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે એસપીએ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, નિકિતા શિરોયા, ક્રાઇમ બ્રાંચ તથા એસઓજી તેમજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ મળી કુલ 278 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની અલગ-અલગ 18 ટીમે વ્હેલી સવારના 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી સતત 4 કલાક પંચેશ્ર્વર, દાતાર રોડ, કડીયાવાડ, પ્રદિપના ખાડીયા, દોલતપરા, સુખાનાથ ચોક, જમાલવાડી, ભારત મીલનો ઢોરો, ધરાર નગર, હર્ષદનગર, ખામધ્રોળ રોડ, રાજીવનગર, ગાંધીગ્રામ ધરમ અવેડા સહિતના વિસ્તારોમાં સંયુક્ત રીતે અસામાજીક તત્વો પર ઘોસ બોલાવી હતી. આ સાથે કુલ 4 ટીમ પેટ્રોલીંગ તથા સુપરવિઝન માટે રાખવામાં આવી હતી.