સવાર 9:00 કલાકે બહુમાળી ભવન ચોકથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
સંત શ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા 24 વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબિલી નિમિત્તે ઐતિહાસિક ઉજવણી થશે. ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ પ્રેરિત તા. 7-7 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન થશે. રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોકથી સવારે 9-00 કલાકથી પ્રસ્થાન, ચૌધરી ગ્રાઉન્ડ ચોક, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, બેડીપરા, પટેલવાડી, પાંજરાપોળ, સંત કબીરરોડ, કે. ડી. કોમ્પલેક્ષ ચોક, ગોવિંદબાગ મેઈન રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, સેટેલાઈટ ચોક, પંડિત દીનદયાલ હોલ ખાતે સમાપન રાખવામાં આવ્યું છે.
આ શોભાયાત્રામાં સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો, ગ્રુપો, ટ્રસ્ટો, સેનાઓના હોદ્દેદારો તથા સમાજના સહુ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો, બાળકો, વડીલો તથા યુવાનો બહોળી સંખ્યામાં પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવશે તેમજ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વકીલો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના નગર સેવકો, સામાજિક આગેવાનો, પોતપોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાવા સંત શ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા સહુને આહ્વાન કર્યું છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સમાજના સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો અને સામાજિક શ્રેષ્ઠીઓના હસ્તે થશે.