નફો રૂા. 42.66 કરોડ, બિઝનેશ રૂા. 10079.38 કરોડ
પ્રથમ કવાર્ટરના ઐતિહાસિક પરિણામો બેંકની અવિરત પ્રગતિનું પ્રતિબિંબ છે : જીમ્મીભાઇ દક્ષીણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ કવાર્ટરના ઐતિહાસિક પરિણામો આવ્યા છે. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘તા. 30 જુન 2024ના પ્રથમ કવાર્ટરના અંતે બેંકે નફો રૂા. 42.66 કરોડ, બિઝનેશ રૂા. 10,079.38 કરોડ, ડિપોઝીટ રૂા. 6,210.51 કરોડ, ધિરાણ રૂા. 3,868.87 કરોડ, સીડી રેશિયો 62.30 %, લો-કોસ્ટ ડિપોઝીટ રૂા. 1,806.65 કરોડ નોંધાયેલ છે. બેંકે સતત ‘ઝીરો નેટ એન.પી.એ.’ની સિદ્ધી જાળવી રાખી છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંકનું ગૌરવ ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સિદ્ધીમાં એક વિશેષતા ઉમેરાઇ છે અને તે છે રૂા. 10 હજાર કરોડથી વધુના બિઝનેશવાળી બેંક. ડિજીટલ બેંકિંગના આ યુગમાં ખાતેદારોને અદ્યતન બેંકિંગ સુવિધા મળી રહે તે માટે મોબાઇલ અને વ્હોટ્સએપ બેંકિંગ ઉપલબ્ધ છે.
બેંકની વિવિધ શાખાઓમાં ઇ-લોબી કાર્યરત છે. જેમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) અને પાસબુક પ્રિન્ટર કાર્યરત છે અર્થાત 24 કલાક 365 દિવસ, અવિરત રોકડ જમા કે ઉપાડ અને અન્ય બેંકિંગ કાર્યો અનુકુળ સમયે કરી શકાય છે. વિશેષમાં, ડીજીટલ ટ્રાન્ઝેકશનના યુગમાં, બેંકમાં થતાં કુલ વ્યવહાર પૈકી 87 ટકા વ્યવહારો ડીજીટલ નોંધાયેલા છે. 3 લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંકે છેલ્લા 11 વર્ષથી સભાસદોને રૂા. 1 લાખના અકસ્માત વીમાનું સુરક્ષા કવચ આપેલું છે. નજીવા વ્યાજદરે ઉપલબ્ધ સોના ધિરાણ નાના અને મધ્યમવર્ગ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.
બેંક દ્વારા સભાસદોના સંતાનો (ધો.10 અનો ધો. 12માં ઉર્તીણ)ને શૈક્ષણીક પુરસ્કાર અને (ધો. 12માં ઉર્તીણ)ને સ્કોલરશીપ આપવામાં આવે છે અને તે યોજનાના ફોર્મનું વિતરણ દરેક શાખાઓમાં ચાલી રહ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વમાં સદાય અગ્રેસર બેંકે શહેરના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
દા.ત. રાજકોટના રેસકોર્ષમાં મહારાણા પ્રતાપની પ્રતિમા, રેસકોર્ષ-2માં નિર્માણ પામેલ અટલ સરોવરમાં માતબર અનુદાન વગેરે. સભાસદોને માંદગીના સમયે જરૂરી સહાય મળી રહે તે હેતુથી રાજકોટ અને અમદાવાદની વિવિધ હોસ્પીટલ અને નિદાન કેન્દ્ર સાથે ટાઇ-અપ થયેલું છે અને સારવારના બિલમાં વિશેષ રાહત આપવામાં આવે છે. સાત દાયકાથી જનવિશ્ર્વાસની આરાધના કરતી – પોલીસી ડ્રીવન બેંકમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને નાનો અને મધ્યમવર્ગ જ રહે છે અને એટલે જ ‘નાના માણસની મોટી બેંક’ સૂત્ર સતત ચરિતાર્થ થાય છે.



