ગ્રામિણ અર્થતંત્ર માટે ખેતી જેટલું જ મહત્વ પશુપાલનનું રહયું છે. આથી પશુ પાલન કરતા પશુપાલકો અને ખેતી સાથે પુરક વ્યવસાય તરીકે પશુપાલન કરતા ખેડુતો જોગ હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને પશુઓમાં જેાવા મળતા રોગોના નિયંત્રણ માટે તરઘડીયા સ્થિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુની યાદીમાં પશુ વિશેષજ્ઞના સુચનો મુજબ પશુઓને દિવસના સમયે છાયડામાં રાખવા અને મિનરલ મિક્ષ્ચરયુક્ત પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી. દુધાળા પશુઓને ઉનાળામાં ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારાનું પ્રમાણ વધારવું .દુધાળા પશુઓના આઉને ઝીંકઓક્સાઈડ અથવા બોરિક પાવડરથી બરાબર સાફ કરવું.
પશુઓમાં ખરવા મોવાસા, ગળસુંઢો અને ગાંઠીયા તાવના રોગના નિયંત્રણ માટે રસીકરણ કરાવવું. વિટામીન એ તથા ડી પુરકો આપવા. કરમિયાની દવા આપવી. દુધાળા પશુઓને પ્રતિ લીટર દુધની ઊપજ હોય તેમને નિયમિત ૧ કી.ગ્રા. ફીડ + ૫૦ ગ્રામ ખનીજ તત્ત્વોનું મિશ્રણ આપવું. લીલુ ઘાસ, સુકું ઘાસ અને ખનીજ તત્વોનું મિશ્રણ ખોરાકમાં આપવું. તેમજ માખીઓના ઉપદ્રવથી બચવા ફીનાઈલ છાંટવું. ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટ્રાઝ૨ મી.લી. ૧ લીટર પાણીમાં નાખીને છાંટવી જરૂરી છે.


