By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    3 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    3 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    3 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    3 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    5 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    5 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેમ ભમરો ફૂલોનું જતન કરીને તેમાંથી મધ લઇ લે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જેમ ભમરો ફૂલોનું જતન કરીને તેમાંથી મધ લઇ લે છે
Shailesh Sagpariya

જેમ ભમરો ફૂલોનું જતન કરીને તેમાંથી મધ લઇ લે છે

Khaskhabar Editor
Last updated: 2024/04/20 at 4:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

તેવી રીતે બુદ્ધિમાને, મનુષ્યોને પીડા કર્યા વગર તેમની પાસેથી દ્રવ્ય મેળવવું

કથામૃત: 32 વર્ષના આ યુવાનનું નામ ડો. પ્રતિક સાવજ છે. ડાયમંડ સિટી સુરતમાં તેઓ ઇન્ફેક્શન ડિસિઝ સ્પેશ્યાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. એક દિવસ એક દર્દી એના સંબંધી સાથે ડો. પ્રતિક સાવજ પાસે ગયા. ડોકટરે શાંતિથી દર્દીની તકલીફ અને વાત સાંભળી, બધાં જ રિપોર્ટ્સ જોયા અને પછી કહ્યું, દર્દીને જે પ્રકારની તકલીફ છે એ જોતા મને એવું લાગે છે કે આ મારા વિષય બહારનું છે તમે એને સારા ન્યુરોસર્જનને બતાવો એ વધુ સારી રીતે પરિણામલક્ષી સારવાર કરી શકશે. દર્દી જેવા ડોક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા કે તુરત જ રિસેપ્શન પર બેઠેલા કર્મચારીએ દર્દીને બોલાવ્યા અને થોડા સમય પહેલા જ ફીની લીધેલી રૂ. 1500ની રકમ પરત કરી.

- Advertisement -

દર્દીની સાથે રહેલા એના પુત્રએ ફી પાછી આપવાનું કારણ પૂછ્યું તો રિસેપ્શન પરના કર્મચારીએ કહ્યું, સાહેબે હમણા સૂચના આપી કે દર્દીને આપણે કોઈ દવા નથી લખી આપી કે એની કોઈ સારવાર નથી કરી, માત્ર માર્ગદર્શન જ આપ્યું છે એટલે એની પાસેથી કોઈ ફી લેવી યોગ્ય નથી. એની બધી જ ફી પાછી આપી દો. ડો. પ્રતિક સાવજ વિશે જાણ્યું ત્યારે ખબર પડી કે આ ડોક્ટર નોખી માટીનો અનોખો માણસ છે. ઉમર નાની છે પણ સમજણ બહુ મોટી છે. એમની પાસે આવતા દર્દીઓની વાતચીત પરથી જ એ દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગેનો અંદાજ લગાવી લે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય એવા દર્દી પાસેથી લીધેલી તમામ ફી એ પાછી અપાવી દે છે. (દર્દીને માર્ગદર્શન આપવા બદલ જરૂરી ફી લેવાનો ડોક્ટરને પુરો અધિકાર છે કારણ કે એ એમનો વ્યવસાય છે). આટલું જ નહીં પરંતુ પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરીને સિટી સ્કેન કે લેબોરેટરીના રિપોર્ટ્સની ફી પણ ઓછી કરાવી આપે છે.

સુરતની સિવિલ હોસ્પિટલના ક્રિટિકલ દર્દીઓ માટે પણ નિ:સ્વાર્થ સેવા આપે છે. કેટલીકવાર કોર્પોરેટ હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટર તરીકે જવાનું થાય અને દર્દીની આર્થિક પરિસ્થિતિ અંગે ખબર પડે તો જેટલું બિલ ઓછું કરાવી શકાય એટલું બિલ ઓછું કરાવે. જ્યાં કોર્પોરેટ હોસ્પિટલની બિલ ઓછું કરવાની મર્યાદા આવી જાય ત્યાં એક્સપર્ટ ડોક્ટર તરીકેનો પોતાનો ચાર્જ જતો કરીને પણ દર્દીને જેટલી રાહત આપી શકાય એટલી રાહત અપાવવાનો પ્રયાસ કરે. કોરોનાની બીજી લહેરે જ્યારે ગુજરાતને ધમરોળવાનું શરુ કર્યું તે વખતે સુરતની 52 સામાજિક સંસ્થાઓએ એક થઈને કોરોનાગ્રસ્ત લોકોની વિનામૂલ્યે સારવાર કરવા માટે સુરતના જુદાજુદા વિસ્તારોમાં 13 કોવિડ કેર સેન્ટર શરુ કરેલા, ત્યારે ડો. પ્રતિક સાવજે સૌથી પહેલો ફોન કરીને રોજ સવાર સાંજ બે-બે કલાક પોતાની સેવા આપવા માટેની તૈયારી બતાવી હતી.

સુરત શહેરના એકમાત્ર ઇન્ફેક્શન સ્પેશ્યાલિસ્ટ તરીકે અઢળક કમાણી કરવાની તક હતી એવા સમયે ડો. પ્રતિક સાવજે આ કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે પોતાની સેવાઓ આપીને રૂપિયા કમાવાના બદલે લોકોના આશીર્વાદ કમાવાનો રસ્તો અપનાવ્યો હતો. સુરતવાસીઓ વતનના લોકોની સેવા કરવા સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે ડો. પ્રતિક સાવજે પણ વતનમાં આવીને લોકોની સેવા કરી હતી. સુરતના જનનીધામમાં એચઆઈવી પોઝિટિવ દીકરીઓ રહે છે જેમાંથી 41 દીકરીઓને કોરોના થયો. બધાંને ચિંતા હતી કે આ દીકરીઓ એચઆઈવી અને કોરોના બબ્બે વાઈરસ સામે કેવી રીતે લડી શકશે.

- Advertisement -

ડો. પ્રતિક સાવજે આ દીકરીઓની સારવારની જવાબદારી સંભાળી અને તમામ દીકરીઓને એકપણ પૈસાનો પણ ચાર્જ લીધા વગર કોરોના મુક્ત કરી. ડો. પ્રતિક સાથે ફોન પર વાત કરી ત્યારે એમણે કહ્યું કે, આ બધાં મારા દાદાએ આપેલા સંસ્કારો છે. મારા દાદા બાબુભાઈ સાવજ અમરેલી જિલ્લા પંચાયતનાં કર્મચારી હતા. એમણે પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી ગામડાના લોકોની સેવા કરી હતી. નિવૃત્ત થયા બાદ પણ આજે 88 વર્ષે એમણે લોકોની સેવા ચાલુ રાખી છે. દાદા એના પેન્શનની રકમનો પોતાના માટે ઉપયોગ નથી કરતા પરંતુ સેવાકીય કાર્યો માટે પેન્શનની બધી જ રકમ આપી દે છે. હું જ્યારે ડોક્ટર બન્યો ત્યારે એમણે મને કહેલું કે, ‘લોકોની મજબૂરીનો લાભ ક્યારેય ન ઉઠાવતો અને નાના માણસનું ધ્યાન રાખજે તો ભગવાન તારું ધ્યાન રાખશે.’ દાદાની આ શીખ પ્રમાણે ચાલુ છું તો સેવા કરતા કરતા પણ સારું કમાઈ લઉં છું. અમારે મહિનામાં એકાદ બે વાર ફોન પર વાત થાય ત્યારે કેટલું કમાય છે એમ પૂછવાના બદલે એમ પૂછે કે લોકોની સેવા કેવી થાય છે ?

બોધામૃત:

આપણા સંતાનોને વારસામાં સંપત્તિ આપીએ કે ન આપીએ પરંતુ સંસ્કારો જરૂર આપવા જેથી દુનિયાને વધુ સારી બનાવવામાં આપણા સંતાનો સહભાગી બની શકે.

You Might Also Like

બીજાનો વિચાર પણ કરવો

લપસ્યો છું, પડ્યો નથી

પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને

હકીકત આવી પણ હોઈ શકે !

આંતરિક સુંદરતા

TAGGED: family, rites
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તું ઈશ્વરની લગોલગ છે, સમીક્ષા શું વધું કરવી?
Next Article આપણે સંપૂર્ણ આત્મસમર્પણ કરતા ક્યારે શીખીશું ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Shailesh Sagpariya

બીજાનો વિચાર પણ કરવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Shailesh Sagpariya

લપસ્યો છું, પડ્યો નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Shailesh Sagpariya

પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?