By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    1 day ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    1 day ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    2 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    24 hours ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    24 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    24 hours ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    24 hours ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    2 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    3 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    3 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાવ, ભક્તિ અને ભવ્યતાનો સમન્વય એટલે ભવનાથ મેળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ભાવ, ભક્તિ અને ભવ્યતાનો સમન્વય એટલે ભવનાથ મેળો
ધર્મ

ભાવ, ભક્તિ અને ભવ્યતાનો સમન્વય એટલે ભવનાથ મેળો

Khaskhabar Editor
Last updated: 2024/03/08 at 4:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE
  • ભવનાથનો મેળો દર વર્ષે હિન્દુ કેલેન્ડર પ્રમાણે માઘ વદ એકાદશીથી શરૂ થઈ ને માઘ વદ અમાસ એટલે કે મહાશિવરાત્રિ સુધી ચાલે છે

ખાસ-ખબર સંવાદદાતા
ભાવ, ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના સંગમ સમો ભવનાથનો મેળો શરૂ થઇ ચૂક્યો છે. આ મેળો ચાર દિવસ સુધી ચાલશે અને મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થશે. આ દરમિયાન લાખો લોકો ભવનાથના આ મેળાનીમુલાકાત લેશે. ભવનાથના મેળાને ગુજરાતનો કુંભ પણ કહી શકાય. આ ચાર-પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને દેશના ખૂણેખૂણામાંથી નાગા સાધુઓ, સાધુ-સંતો, શિવ ઉપાસકો અને ભક્તો જૂનાગઢ આવે છે અને ભવનાથના આ પારંપરિક અને પવિત્ર મેળાની મુલાકાત લે છે અને ભગવાન શિવજીના દર્શન કરે છે.

ભવનાથનો મેળો દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે માઘ વદ એકાદશીથી શરૂ થઈને માઘ વદ અમાસ એટલે કે મહાશિવરાત્રિ સુધી ચાલે છે. આ ચાર દિવસ દરમિયાન લાખો લોકો મેળામાં આવે છે અને આ દિવ્ય અને ભવ્ય વાતાવરણના સાક્ષી બને છે. મેળામાં આવતા લોકો અને સાધુ-સંતો માટે ઠેરઠેર અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવે છે તથા રાત્રિ દરમિયાન લોકસંગીત, રાસ-ગરબા, ભજન-કીર્તન વગેરે કાર્યક્રમોનાં પણ મોટાપાયે આયોજનો કરવામાં આવે છે, જેમાં પણ લોકો ખૂબ ઉત્સાહ અને ભાવ-ભક્તિથી સહભાગી થાય છે.

- Advertisement -

મેળાનો પ્રારંભ ધ્વજારોહણથી કરવામાં આવે છે. દાયકાઓથી ચાલતી આવેલી આ પ્રાચીન પરંપરા માઘ વદ નોમના દિવસથી શરૂ કરવામાં આવે છે. હજારો-લાખોની સંખ્યામાં આવેલા નાગા સાધુઓ, સંતો-મહંતો અને ભાવિભક્તોની હાજરીમાં શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર, પૂજા વિધિ કરીને એકાદશીના દિવસે ભવનાથ મહાદેવના મંદિરે ધર્મધ્વજા ચડાવવામાં આવે છે અને મેળાનો શુભારંભ કરવામાં આવે છે.પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના દિવસે થાય છે. કહેવાય છે કે આ દિવસનું દ્રશ્ય અલૌકિક હોય છે અને તેના સાક્ષી બનવું એક અમૂલ્ય લ્હાવો હોય છે.

મહાશિવરાત્રિની મધ્ય રાત્રિએ ભગવાન શિવજીની મહાપૂજા કરવામાં આવે છે. તે પહેલાં નાગા સાધુઓ હાથીઓ પર સવાર થઈને, ઘરેણાંઓ પહેરીને, શંખનાદ કરતા નીકળે છે અને મૃગી કુંડ પાસે પહોંચે છે.મૃગી કુંડ એ કુંડ છે જેમાં આ નાગા સાધુઓ મહાપૂજામાં સામેલ થવા પહેલાં સ્નાન કરે છે. આ કુંડ વિશે એક માન્યતા એવી પણ છે કે અહીં મહાશિવરાત્રિની રાત્રિએ સિદ્ધ પુરુષો પણ સ્નાન માટે આવે છે અને તેઓ એક વખત કુંડમાં ઉતર્યા બાદ ફરી ક્યારેય પણ બહાર આવતા નથી.મૃગી કુંડનું માહાત્મ્ય વધુ હોવા પાછળ એક દંતકથા છે.

કહેવાય છે કે ભગવાન શિવજી અને માતા પાર્વતી ગિરનાર પર્વત પરથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમનું એક કિંમતી અને પવિત્ર ઘરેણું મૃગી કુંડ નજીક પડી ગયું હતું.માન્યતા એવી પણ છે કે મહાશિવરાત્રિના દિવસે થતી આ પવિત્ર મહાપૂજા અને ભગવાન શિવજીની મહાઆરતી દરમિયાન સાક્ષાત સ્વયં શિવજી મંદિરે પધારે છે. એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન નવ નાથ અને 84 સિદ્ધો પણ આત્મા સ્વરૂપે મંદિરની મુલલકાતે આવે છે. એ જ કારણ છે કે લાખોની સંખ્યામાં શિવ ઉપાસકો આ ક્ષણોના સાક્ષી બનવા માટે ત્યાં હાજર રહે છે.

- Advertisement -

હિંદુ આસ્થા, પરંપરા સાથે જોડાયેલો કોઈ પણ મેળો હોય એટલે એની આર્થિક બાજુ પણ હોવાની. અન્ય મેળાની જેમ આ ચાર દિવસો દરમિયાન પણ દુકાનો લગાવવામાં આવે છે અન્ય અન્ન ક્ષેત્રો ચાલે છે. જેના કારણે સ્થાનિક વિસ્તારના લોકોને પણ આજિવિકાનો એક મોટો સ્ત્રોત બની રહે છે. ભવનાથના આ મેળાના કારણે સ્થાનિકોને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ આર્થિક રીતે એટલો જ ફાયદો પહોંચે છે. મેળા અગાઉ અન્ય રાજ્યોમાંથી પણ ફેરિયાઓ જૂનાગઢ પહોંચે છે અને ચીજવસ્તુઓનું વેચાણ કરીને આજીવિકા રળે છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Bhavnathmela, DEVOTION, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરમાં રાતે 12 વાગ્યે ભક્તોનું ઘોડાપૂર
Next Article દેશમાં છેલ્લાં 75 દિવસમાં 9 લાખ કરોડનાં કામ થયાં !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?