શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં ASIએ કહ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે સંકુલમાં એક હિન્દુ મંદિર તોડી પાડ્યું હતું.
મથુરામાં કૃષ્ણના જન્મસ્થળને લઈને મહત્વની માહિતી સામે આવી છે. RTIના અધિકારના જવાબમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કહ્યું છે કે મુગલ શાસક ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે સંકુલમાં એક હિન્દુ મંદિર તોડી પાડ્યું હતું.
- Advertisement -
જોકે, RTI જવાબમાં ‘કૃષ્ણ જન્મભૂમિ’નો ખાસ ઉલ્લેખ નથી, પરંતુ કેશવદેવ મંદિરનો ઉલ્લેખ છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહી ઈદગાહને હટાવવા માટે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં RTIનો જવાબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ઉત્તર પ્રદેશના મૈનપુરીના અજય પ્રતાપ સિંહે કેશવદેવ મંદિરને તોડી પાડવા અંગે માહિતી માંગતી RTI દાખલ કરી હતી. તે કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ASI આગ્રા સર્કલના અધિકારી દ્વારા RTIનો જવાબ આપવામાં આવ્યો હતો. તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવાદિત સ્થળ પર સ્થિત કેશવદેવ મંદિરને મુઘલ શાસક દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
એક અહેવાલ અનુસાર, મસ્જિદ વિરુદ્ધ અરજી કરનારાઓમાંના એક એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે તેઓ ઇલાહાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરશે. તેમણે કહ્યું, ‘ઐતિહાસિક પુરાવાના આધારે અમે અમારી અરજીમાં જણાવ્યું છે કે ઔરંગઝેબે 1670માં મથુરામાં કેશવદેવ મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.’
- Advertisement -
આગળ એમને કહ્યું એક ‘આ પછી ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. હવે ASIએ RTIના જવાબમાં માહિતી આપી છે. અમે 22 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં ASIનો જવાબ પણ રજૂ કરીશું. તેમણે કહ્યું કે આનાથી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેની અમારી માંગને મજબૂતી મળશે.