આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના બોન્સાઇ પ્લાન્ટ, તેનો ઉછેર અને સાર-સંભાળ તેમજ ટુલ્સ વિશે માહિતગાર કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સૌરાષ્ટ્ર બોન્સાઇ ક્લબ દ્વારા રેસકોર્ષ ખાતે આવેલા લોકવિજ્ઞાન કેન્દ્રમાં બોન્સાઇ પ્લાન્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન તા. 24/01/2024ના રવિવારના રોજ સવારે 9:00થી સાંજના 6:00 વાગ્યા સુધી લોક વિજ્ઞાન કેન્દ્ર, નહેરૂ વિદ્યાન, આર્ટ ગેલેરી સામે, રેસકોર્ષ ખાતે યોજાશે. આ પ્રદર્શનનું ઉદ્ધાટન રાજકોટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ જયપાલસિંહ રાઠોડ(ઈંઙજ) ના શુભ હસ્તે કરવામાં આવશે. આ બોન્સાઇ પ્લાન્ટ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના બોન્સાઇ પ્લાન્ટ, તેનો ઉછેર અને સાર-સંભાળ તેમજ તેમના માટેના ટુલ્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ પ્રદર્શનમાં નિ:શુલ્ક પ્રવેશ હોવાથી તમામ બોન્સાઇ આર્ટ પ્રેમીઓ તેમજ જાહેર જનતાને મુલાકાત લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
શહેરમાં રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે બોન્સાઇ પ્લાન્ટ પ્રદર્શનનું આયોજન



