By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    9 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    8 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    9 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    9 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    9 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    10 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજી ડેમ પાસે 75 ખકઉ પ્લાન્ટ-પાઈપલાઈન યોજના: સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને મોટી રાહત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજી ડેમ પાસે 75 ખકઉ પ્લાન્ટ-પાઈપલાઈન યોજના: સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને મોટી રાહત
રાજકોટ

આજી ડેમ પાસે 75 ખકઉ પ્લાન્ટ-પાઈપલાઈન યોજના: સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને મોટી રાહત

Khaskhabar Editor
Last updated: 2026/01/08 at 4:35 PM
Khaskhabar Editor 8 months ago
Share
7 Min Read
SHARE

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ: 210 કરોડના વિકાસ કામોને બહાલી

વોર્ડ નં.1 (ઘંટેશ્ર્વર)માં 5.95 કરોડના ખર્ચે નવી ડી.આઈ. પાઈપલાઈન નખાશે, 6.48 કરોડના ખર્ચે 9 મિની ફાયર ફાઈટર વાહનો ખરીદાશે 

- Advertisement -

મનસુખભાઈ છાપિયા ટાઉનશીપની દુકાનોની હરાજી, ફૂટબોલ ગ્રાઉન્ડ કોચિંગ માટે અને ફૂડકોર્ટનું સંચાલન ભાડે આપીને મનપા 3.81 કરોડની આવક કરશે 

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વોર્ડના આંતરમાળખાગત વિકાસ માટે રજૂ થયેલી તમામ 66 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. કમિટીએ કુલ ₹210 કરોડના ખર્ચના કામોને લીલી ઝંડી આપી છે, જ્યારે મનપાની મિલકતોના વેચાણ અને લીઝ દ્વારા ₹3.81 કરોડની આવક ઊભી કરવાનું લક્ષ્ય પણ નિર્ધારિત કર્યું છે.
રાજકોટ શહેરના પાણી પુરવઠા માળખાને વધુ મજબૂત બનાવવા માટે આજી ડેમ પાસે 75 એમએલડી (મિલિયન લિટર પ્રતિ દિવસ) ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે અને પાઈપ લાઈન નાખવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 60.41 કરોડનો ખર્ચ થશે. આ યોજના અમલમાં આવ્યા બાદ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના લોકોને લાંબા સમયથી અનુભવાતી પાણીની અછતમાંથી મોટો રાહત મળશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત આજી ડેમ પાસે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, પાણી શહેર સુધી પહોંચે તે માટે નવી પાઈપલાઈન બિછાવવામાં આવશે. પ્લાન્ટમાંથી શુદ્ધ થયેલું પાણી સીધું જ સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે, જેના કારણે નિયમિત અને પૂરતું પાણી પુરવઠો સુનિશ્ચિત થશે. વોર્ડ નં. 12 માં ’મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ’ ના શોપિંગ સેન્ટરની દુકાનો જાહેર હરાજીથી વેચવાની મંજૂરી અપાતા પાલિકાને મોટી આવક થશે. કુલ મળીને વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા પાલિકા ₹3.81 કરોડની આવક ઊભી કરશે. વોર્ડ નં. 1 (ઘંટેશ્વર) અને વોર્ડ નં. 7, 14, 17 ના વિસ્તારોમાં નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવા માટે કરોડોનો ખર્ચ કરાશે. ફાયર વિભાગ માટે 72 લાખના ખર્ચે 10 નવી બોટ અને 6.48 કરોડના ખર્ચે 9 મિની ફાયર ફાઈટર વાહનો ખરીદવામાં આવશે. (અનુસંધાન પાના નં.13)

- Advertisement -

3.71 કરોડના ખર્ચે ન્યૂ રિંગ રોડ પર આકર્ષક એન્ટ્રી ગેટ બનશે

રાજકોટમાં પ્રવેશતી વખતે પ્રવાસીઓ પર શહેરની પ્રથમ છાપ મજબૂત પડે તે માટે વેસ્ટ ઝોનમાં જામનગર રોડ અને નવા 150 ફૂટ રિંગ રોડના જંક્શન પર એક આકર્ષક એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. 3,71,08,707ના ખર્ચે નિર્માણ પામનાર આ ગેટ 113.00 રનીંગ મીટરનું છઈઈ સ્ટ્રક્ચર ધરાવતો હશે. જેની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવશે.

માધાપરમાં ₹1.60 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ‘ડોગ ફ્રેન્ડલી સેન્ટર’ અને સ્ટાફ ક્વાર્ટર

રાજકોટ શહેરમાં રખડતા શ્વાનોના નિયંત્રણ અને પશુ કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં. 3 માં માધાપર વિસ્તારમાં આવેલા હૈયાત એનિમલ હોસ્ટેલ ખાતે નવું ‘ડોગ ફ્રેન્ડલી સેન્ટર’ અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ₹1,60,14,772/- (અંદાજે 1.60 કરોડ) ના ખર્ચને બહાલી આપી છે.

રાજકોટ મહાનગરપાલિકા મહેકમ ખર્ચને પહોંચી વળવા રૂ.200 કરોડની લૉન લેશે 

સફાઈ કામદારોના કિસ્સામાં રહેમરાહે નોકરી આપવાના નિયમોમાં સુધારો કરી માનવીય અભિગમ અપનાવાયો છે. ફાયર વિભાગ માટે 10 નવી બોટ અને 9 મિની ફાયર ફાઈટર વાહનો ખરીદવામાં આવશે. મહાપાલિકાના વિકાસ કામોમાં નાણાની કમી ન આવે તે માટે ₹200 કરોડ સુધીની લોન અથવા લાઇન ઓફ ક્રેડિટ લેવાની સત્તા કમિશનરને આપવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓની બઢતી અને પગાર સુધારાની દરખાસ્તોને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. મનસુખભાઈ છાપીયા ટાઉનશીપની દુકાનોની હરાજી કરીને ₹3.42 કરોડની આવક કરશે. રેસકોર્ષ સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડ કોચિંગ માટે ભાડે આપી ₹16.61 લાખ અને પ્રાણીઉદ્યાન નજીક ફૂડકોર્ટનું સંચાલન ભાડે આપશે જેમાંથી ₹10.72 લાખની આવક ઉભી કરશે. રાજકોટમાં અત્યારે અમૃત 2.0 યોજના હેઠળ રૂપિયા 1274.55 કરોડના વિકાસ કામો ચાલી રહ્યા છે. મનપાએ પોતાના ફાળા પેટે રૂ. 482.33 કરોડ આપવાના રહે છે. જેમાંથી રૂ. 100 કરોડ મ્યુનિસિપલ બોન્ડથી મેળવાયા છે. વધતા જતા મહેકમ ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂ. 200 કરોડની લોન લેવા માટે દરખાસ્ત કરી છે.

સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલી મુખ્ય દરખાસ્તો
ક્ષ 48 લાખના ખર્ચે મહિલા કોલેજ અંડરબ્રિજથી જનકલ્યાણના નાલા સુધી પાઈપ ગટરનું કામ
ક્ષ અંબિકા ટાઉનશીપમાં 18.26 લાખના ખર્ચે પેટા વોર્ડ ઓફિસ બનશે
ક્ષ 2.06 કરોડના ખર્ચે કણકોટ રોડથી ન્યારી ડેમના રોડને ડેવલપ કરાશે
ક્ષ મવડીના સવન ચોકમાં 1.02 કરોડના ખર્ચે
નવું ગાર્ડન બનાવાશે
ક્ષ નાકરાવાડી સાઈટ માટે 68.45 લાખના ખર્ચે 2 લોડર બેકહો વાહન (જેસીબી) ખરીદાશે
ક્ષ માધાપર વિસ્તારમાં 1.73 કરોડના ખર્ચે શેરીઓ અને રસ્તામાં મેટલિંગનું કામ કરાશે
ક્ષ વોર્ડ નં-14માં નટેશ્વર મંદિરથી લક્ષ્મીવાડી પુલ સુધી વોકળામાં 2.94 કરોડના ખર્ચે સીસીનું કામ
ક્ષ રૈયાધાર વિસ્તારમાં મારવાડીવાસથી ડ્રીમ સિટી રોડ સુધી ડી.આઈ. પાઈપલાઈન બિછાવાશે
ક્ષ આજી ડેમ વાલ્વ ટાવર અને બેડી ફિલ્ટર પ્લાન્ટ સુધી 8.31 કરોડના ખર્ચે પાઈપલાઈન પથરાશે
ક્ષ વોર્ડ નં-11માં 4.13 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નખાશે
ક્ષ નાનામવામાં બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધી 2.85 કરોડના ખર્ચે સીસી રોડ બનશે

રણછોડનગરની શાળાનું મકાન 2500ના માસિક ટોકન દરે 30 વર્ષ માટે લીઝ પર અપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જૂના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓના મકાનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે એક મહત્વની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નં. 05 (જૂના વોર્ડ નં. 07) ના રણછોડનગર શેરી નં. 10 ખાતે આવેલું પાલિકાની માલિકીનું માધ્યમિક શાળાનું મકાન હવે શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવશે. આ મકાન માત્ર ₹2500ના માસિક ટોકન દરે 30 વર્ષની લાંબી લીઝ પર આપવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના આ પગલાથી વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી સુવિધા મળી રહેશે અને સરકારી મિલકતનો લોકહિતમાં સદુપયોગ થશે.
આ દરખાસ્ત છેલ્લી ચાર સ્ટેન્ડિંગ બેઠકથી પેન્ડિગ રહેતી હતી. જયારે આજે દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી છે. અગાઉ 251 રૂપિયાના લીઝ પર ભાડે આપવામાં આવી હતી. જયારે આ વખતે તેમાં 100 ટકાનો વધારો કરીને રૂપિયા 2500ના માસિક ટોકન દરે 30 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી છે.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં સ્પેશિયલ હોમ અને ડે. કલેક્ટર ક્વાર્ટર્સનું થશે નિર્માણ
Next Article જંગલેશ્ર્વરના 1350 દબાણકર્તાઓનું આજે બીજું હિયરિંગ: રહીશો માલિકી હક સાબિત કરવા માટે ઉમટ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?