ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જુનાગઢના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારની સૂચનાથી ડિવિઝન નંબર 2ના અધિકારી કમલ અખેણીયા દ્વારા નાની મોણપરી ગામના વજુભાઇ રામભાઈ વાઘ સામે રૂ.85,941-53પૈસા વસુલ મેળવવા માટે વિસાવદર કોર્ટમાં વીજ કંપનીના અધિકારી દ્વારા પેનલ એડવોકેટ નયન જોષી મારફતે દરખાસ્ત નંબર 46/23થી દરખાસ્ત દાખલ કરેલી હતી જે દરખાસ્તના કામમાં પ્રતિવાદીને વિસાવદર કોર્ટ તરફથી પૂરતી તકો આપવા છતાં પ્રતિવાદીએ કોઈ ગંભીરતા દાખવેલ નહિ કે કોર્ટમાં પણ હાજર રહેલા નહિ તેથી પ્રતિવાદી વિરુદ્ધ જંગમ જપ્તી વોરન્ટ કાઢવા હુકમ થયેલ ત્યારબાદ પણ પ્રતિવાદી તરફથી કોઈ રકમ જમા નહિ કરાવતા વીજ કંપનીના અધિકારી દ્વારા તેમનું મોટર સાયકલ તથા મોબાઈલ વિસાવદર કોર્ટમાં જપ્તીમાં લીધેલ ત્યારબાદ પ્રતિવાદીને સિવિલ જેલમાં બેસાડવા માટે વાદી તરફથી અરજી રજૂ કરવામાં આવેલી જે અરજીમાં પણ પ્રતિવાદીને નામદાર કોર્ટ તરફથી હપ્તે હપ્તે રકમ ચૂકવવા તૈયાર હોવાનુ પૂછતાં પ્રતિવાદીએ ઇનકાર કરતા વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા પ્રતિવાદીનો જવાબ તથા વાદીની રજુઆત તથા એડવોકેટની દલીલો ધ્યાને લઈને પ્રતિવાદી વજુભાઇ રામભાઈ વાધને દિન-60ની સિવિલ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરતા વીજચોરી કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.આ અંગે પીજીવીસીએલના અધિકારી અખેણીયાએ જણાવેલ કે વિજબીલની રકમ દરેક લોકોએ નિયમિત ભરપાઈ કરી આપવા અપીલ કરેલી છે.