સંશોધનમાં મદદરૂપ 2 MoU થયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સંશોધન – સ્કીલફૂલ બનાવવામાં મદદરૂપ 2 ખજ્ઞઞ કર્યા છે. કુલપતિ ડો.નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત-2024 અંતર્ગત ફ્લોરિશ બાયોટેક અને રેવડ્રોવ ટેક્નોલોજીઝ સાથે કરાર કરવામા આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે ફ્લોરીશ બાયોટેક તથા રેવડ્રોવ ટેકનોલોજીસ સાથે ખજ્ઞઞ કરવામાં આવ્યા છે. જેમાં ફલોરિશ બાયોટેક સાથે રિસર્ચ પ્રોજેક્ટ ટ્રેનિંગ સેન્ટર તથા રેવડ્રોવ ટેક્નોલોજીસ સાથે સ્કિલ એન્હેસમેન્ટ એક્ટિવિટિઝ માટે ખઘઞ કરવામાં આવ્યા હતાં.
આ ખઘઞ થવાથી વિદ્યાર્થીઓને સંશોધન તથા સ્કીલ્સ માટે લાભ થશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક, સંશોધન, સ્કીલ્સ અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખઘઞ સાઈન કરવામાં આવ્યા હતા. જેનાથી વિદ્યાર્થીઓને સંશોધનલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં વેગ મળશે.
કુલપતિએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 વિદ્યાર્થીઓને શનિવારે ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં લઈ જવામાં આવશે. જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્ટોલ છે. જે સ્ટોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનની માહિતી ઉપરાંત યુનિવર્સિટીની વિશિષ્ટતા પ્રદર્શિત કરતી વીડિયો ક્લિપ ડિસ્પ્લેમાં મૂકાઈ છે.