એચઆઈવી દર્દીઓ માટે એક એઆરટી થેરાપી કેન્દ્ર સ્થાપિત કરાયું
રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન(ગઅઈઘ)ના દિશા-નિર્દેશો હેઠળ મફત સારવાર અને દવાઓ અપાય છે
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 44 કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સુશીલા તિવારી હોસ્પિટલના એઆરટી સેન્ટર ઈન્ચાર્જ ડો. પરમજીત સિંહે કહ્યું કે હલ્દ્વાની જેલમાં 44 કેદી હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાયરસ(ઇંઈંટ)થી પોઝિટિવ મળી આવ્યા હતા અને તેમાં એક મહિલા પણ એચઆઈવીથી સંક્રમિત જણાઈ હતી.
ડો. સિંહે જણાવ્યું કે જેલમાં એચઆઈવી પોઝિટિવ કેદીઓની સંખ્યા સતત વધી રહી છે જેનાથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેદીઓની સારવારની માહિતી આપતા ડો. સિંહે કહ્યું કે એચઆઈવી દર્દીઓ માટે એક એઆરટી(એન્ટીરેટ્રોવાયરલ થેરેપી) કેન્દ્ર સ્થાપિત કરાયું છે જ્યાં સંક્રમિત કેદીઓની સારવાર કરાય છે. મારી ટીમ સતત જેલમાં કેદીઓની તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે જે પણ કેદી એચઆઈવીથી સંક્રમિત થાય છે તેને રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન(ગઅઈઘ)ના દિશા-નિર્દેશો હેઠળ મફત સારવાર અને દવાઓ અપાય છે. હાલમાં જેલમાં 1629 પુરુષો અને 70 મહિલા કેદીઓ છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓના એચઆઈવી પોઝિટિવ મળી આવતા જેલ તંત્ર પણ કેદીઓની નિયમિત તપાસ કરી રહ્યું છે જેથી એચઆઈવી સંક્રમિત કેદીઓને સમયસર સારવાર આપી શકાય.
ઉત્તરાખંડની જેલમાં 1 મહિલા સહિત 44 કેદી HIV પોઝિટિવ
