કેન્દ્ર સરકારે 28 રાજ્યો માટે બે હપ્તામાં કુલ 1,16,665 કરોડની રકમ જારી કરી છે જે રાજ્યોને વિકાસલક્ષી કામો કરવા માટે અપાયા છે.
રાજ્યો વિકાસલક્ષી કામો કરી શકે અને મૂડીખર્ચ કાઢી શકે તે માટે કેન્દ્ર સરકારે મોટી રકમ રિલિઝ કરી છે. કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા એવું જણાવાયું છે કે સરકારે રાજ્યોને બે હપ્તામાં 1,16,665 કરોડની રકમ રિલિઝ કરી છે. મંત્રાલયે કહ્યું કે નાણાકીય રીતે રાજ્યોના હાથ મજબૂત બનાવવા માટે તથા તેઓ વિકાસલક્ષી કામો માટે મૂડીખર્ચ કાઢી શકે તે માટે પૈસા અપાયા છે. રાજ્યો આર્થિક રીતે મજબૂત બને તેવી કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા છે.
- Advertisement -
ગુજરાતને મળી 4,057 કરોડની રકમ
કેન્દ્રની સહાય પ્રાપ્ત રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતને કુલ 4,057 કરોડની સહાય મળી છે. કેન્દ્ર સરકારે 28 રાજ્યો માટે સહાય જારી કરી છે. કેન્દ્રની સહાય બાદ ગુજરાતમાં વિકાસકામોમાં ઝડપ આવશે તે નક્કી છે. મૂળ વિકાસલક્ષી કામો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ ફંડ આપવામાં આવ્યું છે.
Union govt released 2 installments of tax devolution to state govts amounting to Rs 1,16,665 cr, as against monthly devolution of Rs 58,332 cr. It's in line with GoI's commitment to strengthen hands of states to accelerate their capital&developmental expenditure: Finance ministry pic.twitter.com/14N3UqD1IR
— ANI (@ANI) August 10, 2022
- Advertisement -
યુપીને સૌથી વધારે 20,000 કરોડથી વધુની સહાય
કેન્દ્ર સરકારે સૌથી વધારે સહાય યુપીને આપી છે. બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, કેન્દ્ર સરકારે યુપીને 20,928 કરોડની રકમ આપી છે. ત્યાર બાદ બીજો નંબર બિહારનો આવે છે જેને માટે કેન્દ્ર સરકારે 11,000 કરોડથી વધુની રકમ જારી કરી છે.
28 રાજ્યોને મળ્યાં 1,16,665 કરોડ
કેન્દ્ર સરકારે 28 રાજ્યોને કુલ 1,16,665 કરોડની રકમ આપી છે જે વિકાસલક્ષી કામો કરવા માટે અપાયા છે તેવું નાણા મંત્રાલય દ્વારા જણાવાયું છે.