વાયરલ વીડિયોમાં પોતાની જાત સાથે લગ્ન કરનાર 26 વર્ષીય ટિકટોક સ્ટારે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.
વાયરલ વીડિયોમાં પોતાની જાત સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલી ટિકટોક સ્ટાર કુબ્રા અયકુતે પોતાના ફ્લેટના 5મા માળેથી કૂદી પડીને આપઘાત કરી લીધો હતો. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં આ ઘટના બની હતી. તેણે એક સુસાઈડ નોટ પણ છોડી હતી.
- Advertisement -
આપઘાત પહેલા ફ્લેટમાં કરી સફાઈ
આપઘાત કરતાં પહેલા કુબ્રા અયકુતે ફ્લેટની સફાઈ પણ કરી હતી જે પછી તેણે પાંચમા માળેથી પડતું મૂક્યું હતું.
છેલ્લી પોસ્ટમાં શું લખ્યું?
- Advertisement -
આપઘાત કરતાં પહેલા તેણે છેલ્લી પોસ્ટ શેર હતી જેમાં લખ્યું કે મેં મારી તાકાત ભેગી કરી લીધી છે પરંતુ મારુ વજન વધતું નથી. હું દરરોજ એક કિલોગ્રામ ઘટાડું છું. મને ખબર નથી કે શું કરવું; મારે તાકીદે વજન વધારવાની જરૂર છે.
View this post on Instagram
જાત સાથે લગ્ન કરીને ચર્ચામાં આવી
ઉલ્લેખનીય છે કે 2023માં તેણે પોતાની જાત સાથે લગ્ન કર્યાં હતા ત્યારે આ કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. તે વખતે તેણે સફેદ ડ્રેસ અને માથા પર મુકુટ પહેર્યો હતો અને પોતાની જાત સાથે લગ્ન કર્યાં હતા. તેણે કહ્યું હતું કે મને મારી પસંદગીનો વર મળતો નથી.