પેપર લીક થવાના કારણે ઉમેદવારોમાં રોષ: રેલવે, બસ સ્ટેશન પર ગુજરાત સરકાર વિરોધી નારા લગાવીને
આક્રોશ ઠાલવ્યો
‘પેપરફોડીયા’ઓએ પરીક્ષાર્થી સુધી પેપર પહોંચાડી દીધું ત્યાં સુધી સરકાર-પોલીસ ઉંઘતી જ રહી ! : આખરે
16 લોકોની ધરપકડ પોલીસે કરી હતી
- Advertisement -
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરકાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા: હૈદરાબાદથી જીત નાયકની ધરપકડ કરાઇ હતી
ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને કરશે વધુ તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
હવે અઝજ હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. જે પછી વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે. પેપરલીકના આરોપીઓને 10 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. અઝજ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ત્યારે 10 દિવસના રિમાન્ડની કોર્ટે મંજુરી આપી છે. હવે અઝજ હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. જે પછી વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે. ઘણા સમય બાદ લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સૌરાષ્ટ્રભરમાં ઉમેદવારોમાં વિરોધ જોવા મળ્યો હતો. બહારગામથી રાજકોટ આવેલા ઉમેદવારોએ બસ સ્ટેશન પર જ ભારે વિરોધ કર્યો હતો. જો કે, પોલીસે પેપર ફોડનારા અને તેની સાથે સંકળાયેલા 16 આરોપીની ધરપકડ કરી હતી.
પેપર ફૂટતા 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગ્યે ઊઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલાં બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશને જ જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત પહોંચેલા ઉમેદવારોએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, આ મુદ્દે પંચાયત સેવા પસંદગી મંડળના સંદીપકુમારે કહ્યું હતું કે, આગામી 100 દિવસમાં નવી તારીખ જાહેર કરાશે અને ઉમેદવારોને એસટીમાં ફ્રીમાં અવર જવર કરી શકશે.
- Advertisement -
માત્ર 60 હજાર માટે લાખો ઉમેદવારોનું ભાવી સાથે ચેડાં કર્યા
જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં મુખ્ય આરોપી જીત નાયકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદથી જીત નાયકની ધરપકડ કરાઇ છે. તથા જીત નાયકને આજે અમદાવાદ લવાશે. જીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. તથા જીત નાયકની પૂછપરછમાં મોટા ખુલાસા થઇ શકે છે.અઝજએ અત્યાર સુધી કુલ 16 આરોપીની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરકાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર 60 હજારમાં જીત નાયકે પેપર વેચ્યું હતું. તથા પ્રિન્ટિંગ પ્રેસમાંથી જીત નાયકે પેપર લીક કર્યું હતું. તેમજ જીત નાયકે પેપર પ્રદીપ નાયકને પેપર વેચ્યું હતું. તથા પ્રદીપે પેપર ભાસ્કર ચૌધરી અને કેતન બારોટને આપ્યું હતું. તેમજ ઉમેદવારોને પેપર રૂપિયા 8થી 13 લાખમાં
વેચવાના હતા.
મુખ્યમંત્રી તથા પંચાયત મંત્રી રાજીનામું આપોના નારા સાથે NSUIનો વિરોધ
ગઈકાલે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા લાખો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. પેપર ફૂટતા તાત્કાલિકપણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગજઞઈં દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ ગજઞઈંના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉગ્ર સુત્રોચાર સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થી આગેવાનોના હાથમાં અલગ અલગ પ્લે કાર્ડ્સ જોવા મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રી રાજીનામું આપો અને પંચાયત મંત્રી રાજીનામું આપોના સૂત્રો લખવામાં આવ્યા હતા. સાથે કલેક્ટર કચેરીમાં ગજઞઈંએ ‘પેપર ફોડ ભાજપ સરકાર નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર કર્યા હતા. ગઈકાલે બસ સ્ટેશનની અંદર જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.