સુરતના માંડવી તાલુકામાં આવેલ 2500 હેક્ટરમાં પથરાયેલા જંગલનું રક્ષણ માંડવી વનવિભાગની સાત મહિલા અધિકારીઓ કરી રહી છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ 2500 હેક્ટરમાં પથરાયેલા જંગલનું રક્ષણ માંડવી વનવિભાગની સાત મહિલા અધિકારીઓ કરી રહી છે. જંગલોમાં આવતી દરેક અડચણો અને સમસ્યાઓને દૂર કરી ને આ મહિલાઓએ પોતાની એક આગવી ઓળખ બનાવી છે. 7 મહિલાઓમાંથી એક ફોરેસ્ટર અને અન્ય 6 બીટગાર્ડ મહિલાઓ આ જંગલનું રક્ષણ કરે છે. પરિવારની જવાબદારી સાથે જંગલની જવાબદારી પણ કેવો બખૂબી નિભાવી રહ્યા છે.૨૩મી જૂનને વર્લ્ડ ફિમેલ રેંજર ડે તરીકે ઉજવવામાં આવે છે. જંગલમાં કામ કરતી મહિલાઓ અને અવેરનેસ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. સુરત અને તાપી આ બંને જિલ્લાઓમાં મહિલા ફોરેસ્ટરોનું પ્રભુત્વ રહ્યું છે. અંતરિયાળ જંગલોમાં જંગલોને નુકસાન થતું અટકાવવું કે પછી લાકડાઓ ચોરીની ઘટનાઓ રોકવી આ તમામ કામગીરી આ મહિલાઓ કરી રહી છે. વન્ય પ્રાણીઓની જાણવણી પણ આ મહિલાઓ કરે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં આવેલ ખોડંબા વિસ્તારમાં એક મહિલા ફોરેસ્ટર અને છ બીટગાર્ડ મહિલાઓ હાલ કામ કરી રહી છે.
બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી પૂજા સિંહ કહે છે કે જંગલ અમારું ઘર છે જંગલમાં અમારી સામે દરેક રીતના ચેલેનજીસ આવતા હોય છે. ક્યારેક જંગલોનું ખેડાણ થતું અટકાવવુ, જગલોમાં સાગ ખેરના લાકડાઓની ચોરી થતી અટકાવવી, દીપડાઓના હુમલાઓથી લોકોને જાગૃત કરવા આ તમામ બાબતોમાંથી અમારે પસાર થવું પડતું હોય છે. ઘણી વખત લોકો સાથે ઘર્ષણ પણ થતાં હોય છે હાલમાં થોડા વખત પહેલાં મધરકુઈ વાળો કિસ્સો જોવામાં આવે તો તેમાં પણ ગામવાળા સાથે ઘર્ષણ થયું હતું. પરંતુ આવા સંજોગોમાં પણ અમારે ખુબ જ શાંતિથી કામ લેવું પડતું હોય છે. જ્યારે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે પાંજરા સાથે મોનીટરીંગ કેમેરા ગોઠવવા આ સાથે દીપડાની મોબાઈલ માટે સતત સજાગ પણ રહેવું પડતું હોય છે દીપડાની અલગ ઓળખ માટે ટિપ્સ લગાવવાની સાથે તમામ કામગીરી કરવાની હોય છે જંગલમાં અન્ય જીવજંતુઓ સાપ કે અન્ય વસ્તુઓ પકડવાની કામગીરી પણ કરવી પડતી હોય છે. મારી સાથે કામ કરતી તમામ મહિલાઓ માં નેહાબેન ચૌધરી કે જેઓ ફોરેસ્ટર છે.એ સિવાય પ્રીતિ ધરી, ઉષાચૌધરી,દીનાબેન,ભારતીબેન અને નીલમબેનનો સમાવેશ થાય છે.તેવી જ રીતે તાપી જિલ્લામાં પણ ચાર ફોરેસ્ટર સહિત 16 મહિલાઓ કામ કરી રહી છે.તાપી જિલ્લા માં ચાર રેન્જ ખેરવાડા, મલંગ દેવ,તાપત્તી અને ઉનાઈ માં મહિલા આરએફઓ કામ કરી રહી.જેમાં અશ્વિનાબેન, પ્રિયંકાબેન, માર્ટિના અને રુચિ બેનનો સમાવેશ થાય છે. આ સિવાય 4 અન્ય ફોરેસ્ટર અને 15 મહિલા બીટગાર્ડ તાપીના જગલોનું રક્ષણ કરી રહી છે.