-એમઈડીનો કોર્સ કરતી મહિલાને દિલ્હી હાઈકોર્ટે રાહત આપી યુનિવર્સિટીનો આદેશ રદ કર્યો
હાઈકોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે મહિલાઓને શિક્ષણના અધિકાર અને પ્રજનન સ્વાયત્તતા અર્થાત મા બનવાના અધિકારમાંથી કોઈ એકને પસંદ કરવા માટે મજબૂર ન કરી શકાય.
- Advertisement -
હાઈકોર્ટે બે વર્ષનો માસ્ટર ઓફ એજયુકેશન (એમઈડી)નો કોર્સ કરી રહેલી મહિલાને રાહત આપતા ઉપરોકત ટિપ્પણી કરી હતી. આ સાથે જ ન્યાયાલયે ચૌધરી ચરણસિંહ વિશ્વ વિદ્યાલય મેરઠના એ આદેશને રદ કરી દીધો છે, જેમાં અરજદાર મહિલાને એમઈડી કોર્સના કલાસમાં હાજરીમાં છૂટ આપવા માટે માતૃત્વ અવકાશ (રજા)નો લાભ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ પુષ્પેન્દ્રકુમાર કૌરવે વિશ્વ વિદ્યાલયના મેનેજમેન્ટના 28 ફેબ્રુઆરી 2023ના આદેશને રદ કરીને અરજદાર મહિલાને 59 દિવસની માતૃત્વ રજાનો લાભ આપવાનું કહ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે બંધારણે સમતાવાદી સમાજની પરિકલ્પના કરી છે.