કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે યાત્રાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના કેદારનાથ હાઈવેનો મોટો ભાગ તૂટી ગયો છે અને તેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
હાલ કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે યાત્રાળુઓ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. એવામાં આજે સોનપ્રયાગમાં સત્તલ પુલ પાસે નદીમાં ધોવાણને કારણે રસ્તો તૂટી ગયો છે અને તેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
ભારે વરસાદ અને રોડ તૂટી જવાને કારણે સવારથી જ સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓ અટવાયા છે. જો કે કેદારનાથથી પરત ફરી રહેલા યાત્રિકોની અવરજવર ચાલુ છે.
- Advertisement -
કેદારનાથ હાઈવે પર ડોલિયા દેવીની ટેકરી પરથી હાઈવે પર લેન્ડસલાઇડ થયું છે અને આ સાથે વૃક્ષો પણ પડી ગયા છે. પ્રશાસને કેદારનાથ હાઇવેને ખોલવા માટે વિવિધ સ્થળોએ JCB મશીનો તૈનાત કરી દીધા છે. હવામાન વિભાગે ચંબા, કાંગડા કલ્લુ, મંડી, સિરમૌરમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જારી કર્યું છે.