જોકે આ કઈ પહેલી વાર નથી કે, જ્યારે સંસદના બંને ગૃહ નિર્ધારિત સમય પહેલા સ્થગિત કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ છ વખત આવું બની ચૂક્યું છે કે, નિર્ધારિત સમયના થોડાક દિવસો પહેલા સંસદના બંને ગૃહ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા હોય.

સંસદનું ચોમાસુ સત્ર તેના નિર્ધારિત સમયના 4 દિવસ પહેલા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે. ગઇકાલે સોમવારે બપોરે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જોકે આ કઈ પહેલી વાર નથી કે, જ્યારે સંસદના બંને ગૃહ નિર્ધારિત સમય પહેલા સ્થગિત કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ છ વખત આવું બની ચૂક્યું છે. તો વળી સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મોટાભાગનો વિધાનસભાનો એજન્ડા પૂર્ણ થઈ ગયો છે.

સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત

ગઇકાલે સોમવારે બપોરે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ વખતે મોટાભાગનો વિધાનસભાનો એજન્ડા પૂર્ણ થઈ ગયો છે. આ સિવાય આ સપ્તાહના બાકીના પાંચ દિવસમાંથી બે દિવસ રજાઓ છે. આજે એટલે કે 9 ઓગસ્ટ મંગળવારે મોહર્રમ છે. તો વળી 11 ઓગસ્ટે રક્ષાબંધન છે. આ બે દિવસ સંસદમાં રજા હોવી જોઈએ. આવી સ્થિતિમાં તહેવારના આ અવસર પર સાંસદો તેમના મતવિસ્તારમાં પાછા ફરવા માંગે છે. સરકારના કહેવા પ્રમાણે વિધાનસભાનો એજન્ડા પૂરો થયા બાદ સત્રને ટૂંકું કરવાની સદસ્યોની માંગ પર સહમતિ બની હતી.

4 અઠવાડિયાની જગ્યાએ માત્ર એક અઠવાડિયુ ગૃહની કામગીરી ચાલી

મહત્વનું છે, 4 અઠવાડિયામાંથી માત્ર એક જ સપ્તાહ સુધી ગૃહની કામગીરી સુચારૂ રીતે ચાલી હતી. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર ચર્ચાની માંગને લઈને વિપક્ષના હોબાળાને કારણે શરૂઆતના બે અઠવાડિયા હોબાળાની અસર રહી હતી. ગૃહ સ્થગિત કરતા પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, લોકસભા 16 દિવસ સુધી બેઠક કરી અને 7 કાયદા પસાર કર્યા. આ તરફ રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે, ઉપલા ગૃહમાં 38 કલાક કામ થયું અને 47 કલાકથી વધુ હંગામો થયો.

TMC સાંસદ સરકાર પર નિશાન સાધ્યું

આ તરફ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયને પણ આ નિર્ણય માટે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે, આ સાતમી વખત છે જ્યારે સંસદનું સત્ર ટૂંકું કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સત્રોથી, વિપક્ષ ફરિયાદ કરી રહ્યો છે કે, સરકારે સમયની અછતને ટાંકીને જે મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે તેના પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે.