જેકલીન ફર્નાડિસ પર ધરપકડની તલવાર લટકતી જોવા મળી રહી છે. 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં તેની જામન પર નિર્ણય 11 નવેમ્બર 2022એ આવી શકે છે.
200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થઈ. તેની જામીનને લઈને નિર્ણય કાલે એટલે કે 11 નવેમ્બરે આવી શકે છે. કોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળી. ઈડીએ કહ્યું કે એક્ટ્રેસે તપાસમાં સહયોગ નથી કર્યો. અહીં સુધી કે તે ભાગવાની તક પણ શોધી રહી હતી. તેના માટે તેણે પુરતા પ્રયત્નો પણ કર્યો. ત્યાં જ જેકલીને એ આરોપોને ખારીજ કરતા કહ્યું કે તેણે તપાસમાં સંપૂર્ણ સહયોગ કર્યો છે અને ઈડી તેને પરેશાન કરી રહી છે.
- Advertisement -
દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ઈડીને પુછ્યું કે જો પુરાવા છે તો અત્યાર સુધી એક્ટ્રેસની ધરપકડ કેમ નથી થઈ? આવો તમને જણાવીએ કે કોર્ટમાં શું શું થયું…
Actor Jacqueline Fernandez arrives at Delhi's Patiala House Court in connection with the Rs 200 crore money laundering case involving conman Sukesh Chandrashekar.
Court will, today, hear arguments on the bail petition moved by her. pic.twitter.com/5slp08E7dy
- Advertisement -
— ANI (@ANI) November 10, 2022
કોર્ટમાં રજુ થયા બાદ જેકલીન ફર્નાંડિસના વકીલે જણાવ્યું કે કોર્ટમાં લગભદ ડોઢ કલાક સુધી બહેસ ચાલી અને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ પોતાનો નિર્ણય કાલે સંભળાઈ શકે છે.
EDએ દલીલમાં શું કહ્યું?
કોર્ટમાં EDએ પોતાની દલીલમાં કહ્યું કે જેકલીન તપાસમાં સહયોગ નથી કરી રહી. અહીં સુધી કે તેણે દેશમાંથી ભાગવા માટે દરેક પ્રકારના પ્રયત્નો પણ કર્યા છે. તેણે ડિસેમ્બર 2021માં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે સવાલોનો જવાબ પણ યોગ્ય રીતે નથી આપ્યો. તેણે મોજ-મસ્તીમાં 7.14 કરોડ રૂપિયા ઉડાવી દીધા.
#WATCH | Actor Jacqueline Fernandez arrives at Delhi's Patiala House Court in connection with the Rs 200 crore money laundering case involving conman Sukesh Chandrashekar.
The court will, today, hear arguments on the bail petition moved by her. pic.twitter.com/3U0FKVvwLl
— ANI (@ANI) November 10, 2022
જેકલીને આરોપોને ફગાવ્યા
ત્યાં જ જેકલીન ફર્નાન્ડિસે તેનાથી વિરુદ્ધ કહ્યું કે તેણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તે તપાસથી ભાગી રહી નથી. તેમજ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ પાયાવિહોણો છે. તેણીએ કહ્યું “હું સહકાર આપી રહી છું અને ED મને પરેશાન કરી રહી છે,”. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકો હંમેશા સેલિબ્રિટીઓને ગિફ્ટ આપે છે. તો તેમને કેવી રીતે ખબર પડશે કે ગિફ્ટમાં છેતરપિંડીના પૈસા છે. જણાવી દઈએ કે EDએ જેકલીનને અત્યાર સુધી 5 વખત પૂછપરછ માટે બોલાવી છે.
કોર્ટે EDને પુછ્યા સવાલ
જેકલીન ફર્નાંડિસ અને ઈડીની દરેક દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પુછ્યું કે આખરે અરબો રૂપિયા ક્યાં ગયા? કોર્ટે તપાસ એજન્સીને જેકલીનની રેગ્યુલર જામન પર પણ વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે એ પણ કહ્યું કે જેકલીનની વિરૂદ્ધ સબુત છે તો ધરપકડ કેમ નથી થઈ? જો બાકીના આરોપી જેલમાં છે તો જેકલીન કેમ નહીં? કોર્ટે કહ્યું, “તપાસ એજન્સીને કંઈક મળે છે તો પુછપરછ કરી શકે છે.”