ટીમના સિનિયર ખેલાડી T20 ક્રિકેટમાંથી આગામી સમયમાં સંન્યાસ લઈ શકે છે અને ભવિષ્ય હવે હાર્દિક પંડ્યાના હાથમાં છે
ટી 20 વર્લ્ડ કપમાંથી ભારતની વિદાય થઈ ગઈ છે, સેમીફાઇનલમાં શરમજનક હાર બાદ દેશભરના ક્રિકેટરસિકોમાં નિરાશ છવાઈ ગઈ છે, કારણ કે આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ એક વિકેટ લેવા માટે ફાંફાં મારી રહ્યા હતા. વર્લ્ડ કપમાં હવે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
- Advertisement -
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
Scorecard ▶️ https://t.co/5t1NQ2iUeJ #T20WorldCup | #INDvENG pic.twitter.com/5qPAiu8LcL
- Advertisement -
— BCCI (@BCCI) November 10, 2022
હાર્દિક પંડ્યાને સોંપાશે કમાન?
જોકે આ પરાજયની સીધી અસર ટીમના મેનેજમેન્ટ પર પડશે તેવું એક્સપર્ટસનું માનવું છે, દેશના પૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરે દાવો કર્યો છે કે ટીમના સિનિયર ખેલાડી T20 ક્રિકેટમાંથી આગામી સમયમાં સંન્યાસ લઈ શકે છે અને ભવિષ્ય હવે હાર્દિક પંડ્યાના હાથમાં છે.
ગાવસ્કરે કહ્યું કે IPL માં હાર્દિક પંડ્યાના સારા પ્રદર્શનને જોતાં તેના હાથમાં ટીમની કમાન આપવામાં આવશે, કેટલાક ખેલાડીઓ સંન્યાસ લઈ લેશે. ખેલાડીઓ તેના પર વિચાર કરી રહ્યા છે.
A massive loss saw India make an exit from the #T20WorldCup 👀
More from the coach ⬇#INDvENGhttps://t.co/h3RHaNRXz8
— ICC (@ICC) November 10, 2022
કોણ કોણ લઈ શકે છે સંન્યાસ
નોંધનીય છે કે સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર વિરાટ કોહલીને છોડી દઈએ તો તમામ સિનિયર ખેલાડીઓના ડબલાડૂલ થઈ ગયા હતા, ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર પણ વિરાટ કોહલી જ છે. બાકી રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિકે માત્રને માત્ર નિરાશા જ ટીમને આપી છે. આ તમામ ખેલાડીઓની ઉંમર 30થી વધુ છે. એવામાં તેઓ સંન્યાસ તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.