મેષ (અ, લ, ઇ)
કામમાં સફળતા મળશે. વધુ પડતો આત્મવિશ્વાસ ના રાખવો. સમજી- વિચારીને રોકાણ કરવું. નવા બિઝનેસ કે નોકરી અંગે વિચારણા કરવી. ભવિષ્યનાં પ્લાનિંગ અંગે વિચારણા કરવી. સારા સમાચાર પ્રાપ્ત થશે. પાણીને લગતા બિઝનેસમાં સફળતા મળશે. પ્રવાસનો યોગ છે.

વૃષભ (બ, વ, ઉ)
શેરમાર્કેટમાં રોકાણ કરવાથી લાભ મળશે. જમીનમાં પૈસા રોકી શકો છો. બેંકમાં જોબ મળી શકે છે. નવી તકો મળશે, પરંતુ સમજી- વિચારીને યોગ્ય નિર્ણયો કરવા. પૈસા મળવાના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. ધારેલા કાર્યોમાં સફળતા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.

મિથુન (ક, છ, ઘ)
સેલિબ્રેશન થશે. સારા સમાચાર મળશે. સારા અભ્યાસ માટે વિદેશ પ્રવાસના યોગ છે. નવા મિત્રો મળશે. સમાજમાં પ્રતિષ્ઠા મળશે. ધારેલા કાર્યો માટે ત્વરિત નિર્ણ લો. ગુસ્સા પર કાબુ રાખવો. પરિવારમાં બાળક આવી શકશે. વર્લ્ડ ટુરના યોગ છે. બિઝનેસ કે નોકરીમાં સફળતા મળશે.

કર્ક (ડ, હ)
તબિયત સાચવવી. બહુ બધી ગુંચવણો ઉભી થાય. પૈસા બાબતે નુકસાની આવી શકે છે. કંઇક છોડીને જવાનું થાય. રોકાણ બાબતે વિચારીને નિર્ણયો લેવા. બિઝનેસ કે નોકરીમાં કોઇની સલાહ લઇને આગળ વધવું. નવી તક મળશે. જમીન- મકાનમાં લાંબાગાળે
ફાયદો થશે.

સિંહ (મ, ટ)
કામ કે ફરવાથી બહાર જવાનું થાય. સ્વાસ્થ્યમાં સુધારો આવે. વધુ પડતો આત્મવિશ્વાસ ના રાખવો. મિત્રો કે પરિવારના સભ્યોની સલાહ લેવી. ખોટું ભ્રમિત થવું નહીં. નવી તકો મળી શકે, પરંતુ સમજી- વિચારીને તકને ઝડપવી. નર્સરીને લગતો બિઝનેસ કરી શકો. વડીલોને ખુશ રાખવા.

કન્યા (પ, ઠ, ણ)
ગુસ્સાને કાબુમાં રાખવો, નહીં તો કામ બગડી શકે છે. નવી કાર વસાવી શકો. ઝડપી વાહન ના ચલાવવું. પગમાં વાગવાથી સાવધાન રહેવું. મહિલાઓ માટે આ અઠવાડીયું સારૂ રહેશે અને લિડરશીપવાળું કાર્ય કરવું. સ્વાસ્થ્યમાં સુધારો. નવી તક મળશે. પ્રેગનેન્ટ મહિલાઓએ તબિયતમાં સાચવવું.

તુલા (ર, ત)
અકસ્માતથી સાવધાન રહેવું. નાણાંકિય નુકસાની આવી શકે છે. પ્રવાસ ટાળવો. પૈસા બાબતે નિરાશા રહે. ખોટી વિચારણા કરવી નહીં, જે તક મળે તેને ઝડપી લેવી. નવો શો રૂમ ખોલી શકો છો. પરિવારને સાથે રાખીને કામ કરવું. ઘરના વડીલોની સલાહ લેવી. ઘરમાં રિનોવેશન કરાવવું. પરિવારમાં ખરાબ સમાચાર આવી શકે.

વૃશ્વિક (ન, ય)
નવા પ્લાન પર કાર્ય કરો, સફળતા મળશે. નવી તક મળશે. ઘરના વડિલોને ખુશ રાખવો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. બહારગામ જવાનું થાય. નાણાંકિય નુકસાની આવશે. નિરાશા ઘેરી વળે. વૈરાગ્ય ભાવ આવી શકે છે. નાના બાળકો સાથે સમય પસાર કરવો.

ધન (ભ, ધ, ફ, ઢ)
જેવું કરશો તેવું ફળ મળશે. દરેક કાર્યમાં સફળતા મળશે. બહારગામ જવાનું થાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. પૈસાનું રોકાણ કરવું. ભવિષ્યના પ્લાનિંગ અંગે વિચારણા કરવી. ખોટા રસ્તે જતા ચેતવું. નાના બાળકો માટે સાવધાન રહેવું. અતિ સ્વાર્થી ના બનવું. અન્યને મદદ કરવાની ભાવના રાખવી. નાણાંકિય મદદ લેવી કે આપવી.

મકર (ખ, જ)
પરિવાર સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. દરેક કામમાં સફળતા મળશે. ત્રીજી વ્યક્તિની સલાહને ધ્યાને ના લેવી, નુકસાની આવી શકે છે. તબિયત બગડી શકે છે. કોઇ પણ કાર્ય કરતા પહેલાં વિચારણા કરવી. ગુસ્સાને કાબુમાં રાખવો. કંઇક શો રૂમ કે હોટલ બિઝનેસ કરી શકો છો.

કુંભ (ગ, સ, શ, ષ)
અતિ લાગણીશીલ બનીને કોઇ કાર્ય ના કરવું. દિલથી નહીં મગજથી વિચારીને કાર્ય કરો. શેર માર્કટમાં રોકાણ કરવું. નવી ઓફર આવશે. ઝડપી નિર્ણયો લેવા. કામ અર્થે પ્રવાસ થાય. લોન લઇ શકો છો. જમીન રોકાણમાં લાંબાગાળે ફાયદો થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

મીન  (દ, ચ, ઝ, થ)
નવો પ્રેમ મળશે. નવો બિઝનેસ પાર્ટનર મળશે. કોઇ પણ કાર્યમાં સફળતા મળશે. નાણાંકિય લાભ મળશે. બહુ ધૈર્ય અને સમજદારીપૂર્વક કામ કરાવવું, જેથી સફળતા મળશે. પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવા. મગજને શાંત રાખવો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. શેર માર્કમાં રોકાણ કરતા પહેલા વિચારવું.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 99135 74454 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.