વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી કેન્દ્રીય બજેટના 12 મહત્વના મુદાઓ પર વેબિનાર પર સંબોધન કરશે જેમાં ગ્રીન ગ્રોથથી લઈને મહિલા સશક્તિકરણના મુદાઓને આવરી લેશે. કેન્દ્રીય બજેટ પર કોઈ વડાપ્રધાન પોષ્ટ-બજેટ વેબિનાર કરી રહ્યા હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે. બજેટને જનભાગીદારોનું માધ્યમ બનાવવા માટે વડાપ્રધાને કરેલી

આ પહેલમાં આજથી 11 માર્ચ સુધીના આયોજનો સંબંધીત વિભાગના મંત્રીઓ, અધિકારીઓ તથા વિવિધ વ્યાપાર-ઉદ્યોગ સંસ્થાના પ્રતિનિધિઓ અને નિયમનકારો તથા નિષ્ણાંતો સામેલ થશે અને બજેટમાં જે યોજનાઓ સહિતની જાહેરાતો થઈ છે. તેના અમલ માટેની ચર્ચા થશે. બજેટમાંજ જાહેરાતો થઈ છે તેનો અમલ આગામી ત્રણ માસમાં શરુ થઈ જાય તે પણ સરકાર જોવા માંગે છે.

વેબીનારનો કાર્યક્રમ
– ગ્રીન ગ્રોથ (23 ફેબ્રુઆરી)
– કૃષિ અને સહકાર (24 ફેબ્રુઆરી)
– યુવા શક્તિ-કૌશલ્ય અને શિક્ષણનો ઉપયોગ (25 ફેબ્રુઆરી)
– છેલ્લી ઘડી સુધી દોડવું/કોઈ નાગરિકને પાછળ ન છોડવા (ફેબ્રુઆરી 27)
– ક્ષમતાને ઉજાગર કરવી: ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવું (28 ફેબ્રુઆરી)
– આયોજન પર ફોકસ સાથે શહેરી વિકાસ (1 માર્ચ)
– મિશન મોડમાં પ્રવાસન વિકસાવવા (માર્ચ 3)
– બાંધકામ અને રોકાણ: પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઉપરાંત લોજીસ્ટીકસ કાર્યક્ષમતામાં સુધારો (માર્ચ 4)
– આરોગ્ય અને તબીબી સંશોધન (6 માર્ચ)
– નાણાકીય ક્ષેત્ર (માર્ચ 7)
– મહિલા સશક્તિકરણ (10 માર્ચ)
– પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન (11 માર્ચ)