કમલ હાસનની ‘વિક્રમ હિટ લિસ્ટ’ બોક્સ-ઑફિસ પર ખૂબ જ સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મે ઇન્ડિયામાં છ દિવસમાં ટોટલ 152.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને તામિલમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હિન્દીમાં એને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘મેજર’ને કારણે પૂરતી સ્ક્રીન નહોતી મળી. જોકે એમ છતાં એ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે 34.25 કરોડ, શનિવારે 32 કરોડ, રવિવારે 35 કરોડ, સોમવારે 19.25 કરોડ, મંગળવારે 17.25 કરોડ અને બુધવારે 15 કરોડની સાથે ટોટલ 152.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ગઈ કાલના બિઝનેસ સાથે આ ફિલ્મ એક અઠવાડિયામાં ટોટલ 165 કરોડનો આંકડો ક્રોસ કરે એવી સંભાવના છે. જોકે ચોક્કસ આંકડો તો ડેટા આવ્યા બાદ જ ખબર પડશે. આ ફિલ્મ વિદેશમાં પણ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. કમલ હાસનની ‘વિક્રમ હિટ લિસ્ટ’ બોક્સ-ઑફિસ પર ખૂબ જ સારો દેખાવ કરી રહી છે.