સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલની પરીક્ષા પાસ કર્યા બાદ નાગપુર પાછા ભરીને ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રજીવનમાં પડેલ રોગનું નિદાન કર્યું અને તેની ચિકિત્સા માટે સંગઠન નામની ઔષધિ નક્કી કરી હિન્દુ સમાજના સંગઠન માટે 1925 વિજયાદશમીને દિવસે નાગપુરમાં મોહિતે વાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના થઈ. આજે ભારતમાં જ નહીં વિશ્ર્વના અનેક દેશોમાં શાખાઓ શરૂ થઈ ગઈ છે ભારત માતાને વિશ્ર્વ ગુરુપદે પ્રસ્થાપિત કરી વિશ્ર્વમાં હિન્દુ સંસ્કૃતિનો જય જય કરનાર કરોડો હિન્દુઓના હૃદયમાં એક સંગઠનની નવતર પદ્ધતિથી સંઘનું બીજ આજે વિરાટ વટવૃક્ષ બની ચૂક્યું છે. જેની છત્રછાયામાં અનેક ભગીની સંસ્થાઓ પાંગરીને ભારતના રાજકારણ, સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ, સેવા, સહકાર પરિવાર ભાવના, સામાજિક સમરસતા, પર્યાવરણ, સંરક્ષણ, ગૌસેવા સંર્વધન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રભાવ પર્દાપણ કરી દેશના નવનિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહી છે.
સંઘની શતાબ્દી વર્ષ નજીક આવી રહી છે ત્યારે તમામ તાલુકા તેમજ શહેરી વિસ્તારોમાં સંઘનું કામ શરૂ થઈ ગયું છે. ભારત સ્વતંત્રતા અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા આંદોલન સાર્વત્રિક અને સર્વસમાવેશ હતું પરંતુ ઘણી હકીકતો લોકોને જાણ નહોતી, સમૃદ્ધ ભારતનું સ્વપ્ન સાકાર કરવા વર્તમાન પેઢીને જોડી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજકાલ પુરા વિશ્ર્વમાં આર.એસ.એસ.ને જાણવા માટે લોકો ઈચ્છા દર્શાવી રહ્યાં છે. એવુ તે સંઘમાં શું છે? તે રાષ્ટ્રના કોઈપણ પ્રશ્ર્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવે તો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે. અનેક સંસ્થા સંઘનો જુઠો પ્રચાર કરી ત્રણ વાર 1948 ગાંધીજીની હત્યા સમયે, 1975 ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી નાખવામાં આવી, 1993 અયોધ્યામાં બાબરીધ્વંશ વખતે કટોકટી નાખવામાં આવી હતી પણ કોઈપણ શરત વગર પ્રતિબંધ ઉઠાવી નાખવામાં આવ્યો. અને સંઘની શક્તિ વધતી જ ગઈ છે ત્યારે આજકાલ પણ ઈન્ટરનેટના યુગમાં પણ આંગળીના ટેરવે યુવાનો નેટ દ્વારા સંઘને જાણી રહ્યા છે.
- Advertisement -
સંસારમાં કોઈપણ સમસ્યાનો ઉપાય સંગઠીત શક્તિના આધાર પર જ રહેલો છે. શક્તિહિન રાષ્ટ્રની આકાંક્ષા કયારેય સફળ થઈ શકતી નથી. પરંતુ સામર્થ્યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જયારે ઈચ્છે છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે. આપણે જેને સંગઠિત કરવા માંગીએ છીએ તેઓ અસંગઠિત છે. આમાંથી કાર્યોપયોગી વ્યકિતને શોધવી તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સુત્રબદ્ધ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલુ નથી નથી નથી છતાં પણ સદીઓ પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મરદો સર્જ્યા એમ કહેવાય છે.
આમ 19રપથી ર0ર2 સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભૂતપૂર્વ કામ શરૂ કરેલ છે, જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, વિદ્યાભારતી, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝર, પંડિત દિનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરીષદ, વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, વિશ્ર્વ વિભાગ, વિશ્ર્વ હિન્દુ પરીષદ, રાષ્ટ્રીય સેવીકા સમિતિ, સંસ્કાર ભારતી, પૂર્વ સૈનિક સેવા પરીષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતીય સાહીત્ય પરીષદ, સહકાર ભરતી, વનવાસી કલ્યાણ પરીષદ, ભારતીય કિશાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મજદુર સંઘ, ભારતીય અધિવકતા પરીષદ, લઘુઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી ગ્રંથાલય ભારતી, ઉપરોકત અનેક પરિવારક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભકિતના સંસ્કારમાં પ્રવૃતમય કરેલી છે અને આજે વિશ્ર્વમાં પોતાની સંસ્થાનો, તાકાતનો પરચો દેખાડેલો છે અને ભારતના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી મુખ્યમંત્રી હોય સંઘના સ્વયંસેવક છે.
1930 જંગલ સત્યાગ્રહમાં ડો. હેડગેવારજીને એક વર્ષનો કારાવાસ થયો. 194ર ભારત છોડો આંદોલન દરમ્યાન અનેક રાષ્ટ્રીય નેતાઓને સ્વયંસેવકો દ્વારા ભૂગર્ભ સંરક્ષણ આપવામાં આવ્યું. જેમાં જયપ્રકાશ નારાયણ અને અરૂણા આશફઅલીને દિલ્લી પ્રાંતના સંઘચાલક હંસરાજ ગુપ્તાએ આશરો આપ્યો હતો.