નવદુર્ગાની આરાધનાનું પર્વ રંગેચંગે પૂર્ણ થયું છે અને બે વર્ષ બાદ પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન થતા ખેલૈયાઓએ મન મુકીને ગરબે ઘુમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી તો ગઈકાલે મોરબીમાં અસત્ય પર સત્યના વિજય સમા દશેરા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબીમાં વિજયદશમી પર્વની ઉજવણી માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે જે મુજબ મોરબીના મશાલવાડી વિસ્તારમાં રામલીલા નાટક બાદ 25 ફૂટ ઉંચાઈના રાવણ અને તેના ભાઈ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. આ સિવાય જેતપર ગામમાં પણ રાવણ દહન કરી અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો અને જેતપર ઉપરાંત મોરબી જીલ્લાના કેટલાક ગામોમાં પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીમાં 25 ફૂટ ઉંચા રાવણનું દહન કરી અસત્ય પર સત્યના વિજયનું પર્વ ઉજવાયું
Follow US
Find US on Social Medias