ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
સુરેન્દ્રનગરમાં પાટડીમાં બિરાજમાન સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતી મા સેવા ટ્રસ્ટ દ્વારા 28મો પાટોત્સવ, નવચંડી યજ્ઞ, સ્નેહમિલન તા. 12 ને સોમવારના દિવસે યોજવામાં આવશે. માતાજીનો શણગાર સવારે 7-15, નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે 8 કલાકે, ધ્વજારોહણ સવારે 9 કલાકે, માતાજીની ચૂંદડી સવારે 9-30 કલાકે, કુંવારીકા ગોયણી પૂજન સવારે 11 કલાકે, સ્નેહમિલન બપોરે 12-15 કલાકે, મહાપ્રસાદનું આયોજન 1 વાગ્યે કરવામાં આવ્યું છે.
આ સતી મા રતનબાનો પાટોત્સવમાં ભારતભરમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના લોકો હાજરી આપશે. આ ધાર્મિક કાર્યક્રમ દાતાના સહકારથી આયોજન કરવામાં આવે છે.
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતી મા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ ભગવાનદાસભાઈ વાગડીયા મેનેજિંગ ટ્રસ્ટી હસમુખભાઈ હરજીવનદાસ પાટડીયા પ્રમુખ અમદાવાદ મોહનલાલ ચુનીલાલ પાટડીયા ઉપપ્રમુખ ભુજ હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા મંત્રી હળવદ જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા સહમંત્રી રાજકોટ જયસુખભાઈ પોપટલાલ પાટડીયા ખજાનચી ભરતભાઈ ગોપાલભાઈ પાટડીયા બહુચરાજી સહખજાનચી રાજેશભાઈ ધીરજલાલ પાટડીયા કઠલાલ ટ્રસ્ટી કમલેશભાઈ ગીરધરલાલ પાટડીયા રાજકોટ ટ્રસ્ટી અશ્ર્વિનભાઈ ઝવેરચંદભાઈ પાટડીયા રાજકોટ ટ્રસ્ટી જીજ્ઞેશભાઈ મનસુખલાલ પાટડીયા ટ્રસ્ટી દિનેશભાઈ ચંદુભાઈ પાટડીયા અમદાવાદ ટ્રસ્ટી નટવરલાલ નરભેરામ પાટડીયા અમદાવાદ ટ્રસ્ટી તથા રાજકોટ કમિટી મેમ્બર કલ્પેશભાઈ પાટડીયા, સુમિતભાઈ વાગડીયા, સંદિપભાઈ પાટડીયા, વિનુભાઈ વાગડીયા, જીતુભાઈ પાટડીયા, આશિષભાઈ પાટડીયા, હસ્મિતાબેન પાટડીયા, કોમલબેન પાટડીયા, રીટાબેન પાટડીયા વગેરે હોદ્દેદારો દ્વારા આયોજન કરવામાં આવેલું છે.