રામનવમીના દિવસે કિશાનપરા ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામોત્સવ સમિતિ રાજકોટ દ્વારા સંપૂર્ણ દેશમાં રામ રાજ્યને ચરિતાર્થ કરવા માટે સમાજમાં સામાજીક વિષયમતાઓને દૂર કરવા તા.9મીથી રામનવમી તા.17 સુધી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 9 એપ્રિલને મંગળવારથી તા. 16 એપ્રિલ ને મંગળવાર સુધી શ્રીરામ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તેમજ રામનવમીના પાવન દિવસે એટલે કે તા. 17 એપ્રિલ બુધવારના રોજ પરંપરા મુજબ દર્શનીય શોભાયાત્રાનું આયોજન વિ.હિ.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ વખતની શોભાયાત્રા પણ નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતેથી ધર્મસભા બાદ શરૂ થઈને રાજકોટના જાણીતા રાજમાર્ગોના રૂટ ફરીને સતયુગશ્રી રામજી ભગવાન મંદિર, શ્રી ન્યાલ ભગત અન્નક્ષેત્ર ઓમ હિં રામ જય રામ જય જય રામ ખાતે પૂર્ણાહુતિ પામશે.
- Advertisement -
આ બેઠકમાં શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શોભાયાત્રાનો રૂટ નાણાવટી ચોક, 150 ફૂટ રીંગ રોડથી શરૂ થઈ (ધર્મસભા બાદ પ્રસ્થાન), રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાનમઢી ચોક, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, રોકડીયા હનુમાન મંદિર ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસીબી ઓફીસ, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, કરણસિંહજી બાલાજી મંદિર રોડ, સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર પેલેસ રોડ, કેનાલ રોડ, ભૂતખાના ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, સૂર્યકાંત હોટલ, બોમ્બે ગેરેજ ચોક, સતયુગશ્રી રામજી ભગવાન મંદિર શ્રી ન્યાલ ભગત અન્નક્ષેત્ર ખાતે મહાઆરતી બાદ પૂર્ણાહુતિ થશે. પંચનાથ મંદિરે બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામલલ્લાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે તથા પંજરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તેવું આજરોજ ખાસખબરની મુલાકાતે આવેલા વિશ્ર્વ હિન્દુ પરિષદ રામોત્સવ સમિતિના જયભાઇ પરમાર, અશોકસિંહ ડોડિયા, પરેશ રૂપારેલીયા, રાજન ગોસ્વામી, આશિષ શેઠ, મનિષ વડેરિયા, રવિન્દ્ર બૂડગુજર, ભાવેશ પટેલ, વનરાજ ગેરૈયા, જગદીશ અગ્રાવત, માલતીબેન શાતા, જાગૃતિબેન જોષી, વિશ્ર્વાબેન શેઠ, સુરેશભાઇ પાટિલ, કિશરભાઇ શૈલાર, મનન શેઠ, દિલીપભાઇ દવે, કૃણાલભાઇ વ્યાસ, બટુકભાઇ વાઘેલા, નવીન વાઘેલા, રાજુ ઉમરાણીયા, હેમલ ગોહિલએ જણાવ્યું હતું.
રાજકોટ ખાતેના રામ ઉત્સવ કાર્યક્રમ નિમિત્તે માર્ગદર્શક મંડળ જાહેર કરવામાં આવેલ હતું. જેમાં રાધેશ્યામ બાપુ, શાંતુભાઈ રૂપારેલીયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવતની જાહેરાત કરવામાં આવી હતી.