સમગ્ર ગુજરાતમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે વંથલી તાલુકામાં પણ અનેક લોકો કોરાનાની મહામારીનો ભોગ બની રહ્યા છે ત્યારે જ્યાં 43 ગામ ના લોકો સારવાર માટે આવે છે તે વંથલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 મેડીકલ ઓફિસરમાંથી એક ને જૂનાગઢ કોવીડ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર મુકવામાં આવ્યા છે જયારે બીજા મે. ઓ. ના પત્નિને કોરોના પોઝેટીવ આવતા તેઓ હોમ કોરેન્ટાઇન થયા છે તેથી માત્ર એક મેડીકલ ઓફિસર ફરજ પર હાજર હોય અને આ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ કેસ, કોરોના કામગીરી, ડીલેવરી કેસ, ઇમર્જન્સી કેસ, પોસ્ટમાર્ટમ, તેમજ સારવાર માટે 24 કલાક ખુલ્લું હોય છે.. ત્યારે માત્ર એક જ મેડિકલ ઓફિસર ફરજ પર હોવાને કારણે કામગીરી ખોરંભે પડી રહી છે.. તેમાં પણ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓ પોઝેટીવ આવતા તેમને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.. તો લોકોના આરોગ્યના પ્રશ્નને ધ્યાને લઇ આ તાલુકાના કેબિનેટ મંત્રી અંગત રસ લઇ આ અંગે યોગ્ય કરી બીજા કોઈ મેડિકલ ઓફિસરને ફરજ સોંપવામાં આવે તેવું આ તાલુકાના લોકો ઈચ્છી રહ્યા છે