બે દિવસ પહેલા ભાદર ડેમના પાણી વેકરી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા હજારો વિઘામાં પાક અને જમીન ધોવાણ થયું છે ભાદર નદીના ઘોડા પૂરના કારણે પાક નિષ્ફળ ગયા છે ખેડૂતોના અનેક ખેત ઓજાર તણાય ગયા છે માલધારી મિત્રોના ઢોરના ચારા તણાય ગયા છે આમ અમારા ગામની હાલત ગંભીર છે આથી તાત્કાલિક અસરથી અમારા ગામને પૂર અસરગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી હતી તાત્કાલિક સહાય આપવા માટેનું આવેદનપત્ર આજે માણાવદરના મામલતદાર રામ સાહેબ અને માણાવદર તાલુકા વિકાસ અધિકારી મોરી સાહેબને વિશાળ ગ્રામ જનોની સંખ્યામાં આવેદન પત્ર આપ્યું હતું.

(જીજ્ઞેશ પટેલ – માણાવદર)