રવિકુમાર સોલંકી
સ્વામી વિવેકાનંદે માત્ર ધર્મના મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું નહિ, પણ પશ્ર્ચિમના હૃદયમાં ભારતીય ચિંતન માટે જગ્યા બનાવી હતી
- Advertisement -
સંસ્કૃતિના ઊંડાણમાં ઊતરેલા સંત, યુવા ઉર્જાનો જીવંત પ્રતીક અને સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના તત્વજ્ઞાનની ઉચ્ચારધ્વનિ એ નામ છે સ્વામી વિવેકાનંદ. જેમણે માત્ર ધર્મના મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું નહિ, પણ પશ્ચિમના હૃદયમાં ભારતીય ચિંતન માટે જગ્યા બનાવી. તેમના વિચારો આજે પણ યુવાનો માટે માર્ગદર્શક છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરક છે. તેઓ માત્ર એક સંન્યાસી ન હોતા, પરંતુ ભારતની સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને આધ્યાત્મિક વિભૂતિના જીવંત દૂત હતા. તેમણે શિકાગો વિશ્વ ધર્મ સંમેલનમાં જે ભાવપૂર્વક માઈ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઑફ અમેરિકાથી ભાષણ શરૂ કર્યું, એ સાથે જ ભારતીય વિચારધારાના તથ્યો જગતમાં ગુંજવા લાગ્યા. આવો, આપણે તેમના જીવનના મહત્ત્વપૂર્ણ તથ્યોને ઓળખી, વિશ્વપટલ પર ભારતના અવાજની અનુભૂતિ કરીએ. આવા યુગપ્રવર્તકના જીવન અને વિચારોની યાત્રામાં અમુક તથ્યો દુનિયા સામે આવ્યા નહીં એ લેખ દ્વારા આપની સમક્ષ મૂકી રહ્યો છું
નરેન્દ્રની સગાઇ અને આધ્યાત્મિક વળાંક:
નરેન્દ્રનાથ દત્ત (સ્વામી વિવેકાનંદના યુવાનીના વર્ષો) સંસ્કારી, ભાવુક, અત્યંત પ્રજ્ઞાવાન યુવક તરીકે જાણીતા હતા. તેમની પૌરાણિક શિક્ષણ સાથે સંગીત, નાટ્ય, કાવ્ય અને તત્વજ્ઞાનમાં દક્ષતા હતી.આ સમયે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળે એમના માટે એક સુશીલ યુવતી પસંદ કરી. જે આર. મિટ્રા નામના વ્યક્તિ દીકરી હતી. બંને પરિવારોમાં સગાઇ નક્કી થઇ. પરંતુ એ જ સમય દરમ્યાન નરેન્દ્રના જીવનમાં રામકૃષ્ણ પરમહંસજી આવ્યા. રામકૃષ્ણજીની સાથેની સંઘર્ષભરી સિદ્ધિએ તેમને અંતર્મુખ બનાવી દીધા. એ સમયે રામકૃષ્ણજી કહેતા: “સાચો બ્રહ્મચારી એ છે જે સ્ત્રી કે પૃથ્વી કોઈના આકર્ષણમાં ન આવે. જે બહારનું બધું છોડીને અંતરાત્મામાં સ્થિર થાય.”વિવેકાનંદે આત્મમનન કર્યા બાદ સગાઇ તોડી નાખી. તે છોકરીના પણ જલ્દી અન્યત્ર લગ્ન થયાં પરંતુ વિવેકાનંદ સંપૂર્ણ વિરક્ત બની ગયા. એ પગથિયું તેઓ માટે સંસારી જીવનમાંથી આધ્યાત્મિક માર્ગ તરફ અમુક નક્કર વળાંક હતો.
બ્રહ્મચર્યની પરીક્ષા – એક સ્ત્રી દ્વારા લાલચ
વિવેકાનંદ હવે સંન્યાસી બની ગયા હતા. તેમની જીવનશૈલી, પ્રસંગો, પ્રતિભા અને શિષ્ટાચારને જોઈને કેટલાક જૂના મિત્રો અને જાણીતાઓમાં અવિશ્વાસ થતો કે કોઈ યુવક આટલી ઉમરે કેટલી ગંભીરતા અને શૌચથી જીવશે ? કેટલાક મિત્રોએ દુ:ખદ રીતે એમની નૈતિકતા અને બ્રહ્મચર્યની નિષ્ઠાની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો. તેમણે એક સુંદર સ્ત્રીને રીઝવીને વિવેકાનંદ પાસે મોકલવાની યોજના કરી. સ્ત્રીને કહેવામાં આવ્યું કે “તમે તેમનામાં માનવતત્વ મૂળ સ્વરૂપને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. જો તેઓ સાચા બ્રહ્મચારી હશે, તો તેઓ તમારી નજીક પણ નહિ આવે.સ્ત્રી એમની સમક્ષ ગઈ. લાલચ, નમ્રતાથી વશ કરવાનું અભિનય કર્યો. પરંતુ વિવેકાનંદ જાણે બધું પહેલાથી જાણતાં હોય એમ, એક ક્ષણમાં ઉભા થઈ ગયા. તેઓ કહ્યું : “માતા, આપ મારા સમક્ષ આવી, એજ મને આશીર્વાદરૂપ છે. હું તો મારા જીવનમાં દરેક સ્ત્રીમાં દિવ્ય માતૃત્વ અને શક્તિના રૂપે ઈશ્વરીય દર્શન કરું છું. એ સ્ત્રી એ શબ્દ સાંભળીને સ્તબદ્વ થઇ ગઈ. એમને પસ્તાવો થયો પછી તેમણે પોતાના મનથી કબૂલાત કરી અને પોતે પણ સંન્યાસી બની અને વિવેકાનંદના માર્ગે ધર્મસેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
- Advertisement -
લીમડીના જંગલમાં તાંત્રિકોનો ષડયંત્ર અને વિવેકાનંદની બુદ્ધિ:
ભારતના સંતો અને સન્યાસીઓની પરંપરામાં સ્વામી વિવેકાનંદનું નામ અત્યંત ગૌરવભર્યું છે. તેઓ માત્ર એક આધ્યાત્મિક સંન્યાસી જ નહોતા, પણ એક તીક્ષ્ણબુદ્ધિ અને નિર્ભય વ્યક્તિત્વના ધારક હતાં. આવા વિવેકાનંદજીના જીવનનો એક અનોખો પ્રસંગ ગુજરાતના લીમડીમાં ઘટ્યો હતો, જે આજે પણ તેમના ધૈર્ય અને ચાતુર્યની જીવંત સાક્ષીરૂપ છે. સ્વામી વિવેકાનંદ એક યુવાન સંન્યાસી તરીકે ભારતભરની યાત્રા પર હતા. તેઓ ધર્મ, સંસ્કૃતિ અને જનજીવનને નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ સમયે તેઓ લીમડીની સીમામાં આવેલા એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના બ્રહ્મચર્યની તેજસ્વી છબી અને આધ્યાત્મિક શક્તિની ખ્યાતિ આજુબાજુના પ્રદેશોમાં વિસ્તરેલી હતી.એ જંગલમાં કેટલાક તાંત્રિકો એક ગુપ્ત વિધિ માટે એકત્રિત થયા હતાં. તેઓએ નરેન્દ્રનાથને ધર્મવિષયક વાતો કહીને એક ગુપ્ત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો. સ્વામીજીની તીક્ષ્ણ અંતર્દૃષ્ટિએ હજી પહેલા જ શંકાની રેખા દોરી હતી. છતાં, તેઓ શાંત રહ્યાં અને તેમના સાહિત્ય અને દાર્શનિક સ્વભાવ મુજબ વાતચીત કરીને તાંત્રિકોની મનોદશાને પરખવા લાગ્યા. જ્યારે તેમણે આસપાસના વાતાવરણમાં અગ્નિકુંડ અને વિધિની રહસ્યમય તૈયારી જોઈ, ત્યારે તેમને બધું સ્પષ્ટ થઈ ગયું.
સ્વામી વિવેકાનંદ નાની ઉમરે જ તર્કશક્તિથી પરિચિત હતા, તેઓએ હાર્બર્ટ સ્પેન્સર અને હેગલ જેવા પશ્ર્ચિમી તત્વજ્ઞાનના ગ્રંથો ઊંડાણથી અભ્યાસ કર્યા હતા
તેઓ બલિ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે કોઇ ઉથલપાથલ દેખાડ્યા વગર બુદ્ધિપૂર્વક એક યોજના ઘડી. તેમણે તાંત્રિકોને કહ્યું કે તેઓ થાકી ગયા છે અને તેમને થોડું પાણી જોઈએ. જ્યારે એક તાંત્રિક પાણી લેવા ગયો, ત્યારે સ્વામી વિવેકાનંદે પાસે પડેલા એક ગોળાના ઠીકરા પર સંદેશ લખ્યો: “હું નરેન્દ્રનાથ દત્ત, તાંત્રિકોના હાથમાં ફસાયો છું. કૃપા કરીને મને બચાવો. આ સંદેશો એક દીકરીના હાથથી લીમડીના રાજાને પહોંચાડવામાં આવ્યો. રાજા આ વાત સાંભળી તરત જ સૈનિકોને જંગલ તરફ રવાના કર્યા. તેઓ સમયસર પહોંચ્યા અને તાંત્રિકોના ષડયંત્રનો ભાંડાફોડ કરી સ્વામી વિવેકાનંદને સુરક્ષિત રીતે બહાર લાવ્યા. વીર સૈનિકોની વચ્ચે જ્યારે સ્વામી વિવેકાનંદ લીમડીના રાજાના દરબારમાં પહોંચ્યા, ત્યારે રાજાએ તેમનું સન્માન કર્યું અને તેમની બુદ્ધિ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિની પ્રશંસા કરી. જવાબમાં નરેન્દ્રનાથે સહજતાથી કહ્યું:(“આ બધું માતા કાલીની કૃપા અને મારા ગુરુ શ્રી રામકૃષ્ણપરમહંસના આશીર્વાદથી શક્ય બન્યું. બ્રહ્મચર્ય અને સંયમ જ મારા વાસ્તવિક રક્ષણકવચ છે.
તર્ક પછી શ્રદ્ધાનો ઉછાળો – અમરનાથ યાત્રા:
સ્વામી વિવેકાનંદ નાની ઉમરે જ તર્કશક્તિથી પરિચિત હતા. તેઓએ હાર્બર્ટ સ્પેન્સર અને હેગલ જેવા પશ્ચિમી તત્વજ્ઞાનોના ગ્રંથો ઊંડાણથી અભ્યાસ કર્યા હતા. આ બંને લોજિકલ નાસ્તિકવાદ અને રેશનાલિઝમના મુખ્ય ધુરંધર માનવામાં આવે છે અને તેઓ આત્મા-ઈશ્વર જેવા પ્રશ્ર્નોને શૂન્ય સમજતા હતા. એક સમયે વિવેકાનંદે સ્પેન્સરને પત્ર લખી એક મૌલિક પ્રશ્ર્ન પૂછ્યો: “તમે કહો છો કે બધું વિશ્લેષણ, લોજિક અને ભૌતિક નિયમોથી સમજાવાય છે, તો પછી પ્રેમ કેમ છે? શાંતિ શું છે? અને મૃત્યુ પછી પણ આત્માનું અનુભવવાનું શું કારણ છે? આ પ્રશ્ર્નો એટલાં ઊંડા અને અસાધારણ હતા કે સ્પેન્સર પણ ખુલ્લા શબ્દોમાં લખે છે – “તમે જે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે એ મને વિચારમાં મુકી દે છે. તર્ક મર્યાદિત છે.
વિવેકાનંદે માત્ર પુસ્તકોથી નહીં, જીવનથી અનુભવો મેળવ્યા. 1898ના આસપાસ તેઓ તિર્થયાત્રા પર ગયા ખાસ કરીને અમરનાથ યાત્રા. જેમજ તેઓ બરફયુક્ત પર્વતો ચઢતાં ગલગલાતાં ગયા તેમ તેમ તેમની અંદર એક રહસ્યમય શાંતિ પ્રસરે છે. અને એક દિવસે જ્યારે તેઓ અમરનાથની ગુફા સુધી પહોંચ્યા તેઓએ ભીતરમાં સ્વયંશિવના દર્શન કર્યા. સ્વામીજી પોતે લખે છે:”એ દ્રશ્ય એવું હતું કે હું રડી પડ્યો. ભગવાન શિવ પોતે મારા અહમને ભસ્મ કરી રહ્યાં હોય એવી અનુભૂતિ થઈ. તેઓ તબિયતથી નબળા હતા, પણ એવી ઉર્જા અનુભવવા લાગ્યા કે અમરનાથથી પાછા ફરીને તત્કાળ ઉચ્ચ ભારતીય તત્વજ્ઞાનના પ્રવચનો શરૂ કર્યા. તેઓએ કહ્યું: “જ્યાં સુધી તમારું તર્ક તમને આગળ લઈ જાય, ત્યાં સુધી જાઓ. પણ જ્યાં તર્ક અટકી જાય, ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય છે. અને એ શ્રદ્ધા જીવંત છે.
દલિતોને જનોઈ ધારણ કરાવવાનો
ઐતિહાસિક ક્ષણ:
એક વખત સ્વામી વિવેકાનંદો રામકૃષ્ણ મિશનના કેટલાક કાર્યકરો સાથે દક્ષિણ ભારતમાં એક ગામે ગયા હતા. ત્યાં એક સદીઓથી દલિત સમુદાય શિક્ષણમાંથી, પૂજાથી, મંદિર પ્રવેશથી વંચિત હતો. આ લોકોને જીવનમાં એક નવી આશા જાગી હતી – “અમે પણ અધ્યાત્મના હકદાર છીએ! સ્વામી વિવેકાનંદે કહ્યું: “ભગવાનનો જે પણ પથ છે. તે દરેક માટે ખુલ્લો છે. તો પછી જનોઈ જે આધ્યાત્મિક ઉત્થાનનો ભાગ છે, એ પણ દરેક માટે ખુલ્લો હોવો જોઈએ. ત્યાં ગામમાં એક સામુહિક યજ્ઞ યોજાયો. દલિત સ્ત્રી-પુરુષો સાથે સહભાગી બન્યા. સ્વામીજીએ જાતે તેમનો સંસ્કાર કરાવ્યો. ઉપનયન સંસ્કાર, અને કહ્યું: “આપ હવે ’શ્રોત્રીય’ છો – શાસ્ત્રનો પાઠ સાંભળવાનો અને આત્મા તરફ આગળ વધવાનો અધિકાર આપને છે. લોકો હાકલાવવાની અને વિરોધ કરવાની તૈયારીમાં હતા. કેટલીક કાયમી માન્યતાઓ ધરાવતા પંડિતો પણ ઠપકો આપતા હતા. સ્વામીજી બોલ્યા: “જ્યાં સુધી કોઈ ભાઈ ભટકી રહ્યો છે ત્યાં સુધી હું પણ મુક્ત નથી. સાચો ધર્મ એ છે, જ્યાં
ભેદ નથી.
સ્વામી વિવેકાનંદે ન માત્ર આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પરંતુ નક્કર પગલાં લઈને સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો
જે ભગવાન શમશાનમાં છે તે મંદિરમાં કેમ નહિ? 19મી સદીના અંતમાં, ભારતમાં જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા સમાજની નસોમાં ઊંડે રહેલી હતી. દલિત સમુદાયને મંદિરોમાં પ્રવેશ, શિક્ષણ અને સામાજિક સન્માનથી વંચિત રાખવામાં આવતો હતો. આવા સમયમાં, સ્વામી વિવેકાનંદે ન માત્ર આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પરંતુ નક્કર પગલાં લઈને સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. તેમના જીવનનો એક નોંધપાત્ર પ્રસંગ હતો દલિતોને સામૂહિક જનોઈ ધારણ કરાવવાનો, જે તેમના સામાજિક ન્યાય અને સમાનતા પ્રત્યેના અડગ સંકલ્પને દર્શાવે છે.
શરીર થાકી ગયું, પણ આત્મા જીતી ગયો:
સંન્યાસ લેતા પહેલા તેઓ વિદ્વાન નરેન્દ્ર હતા – દમદાર શરીર, તેજસ્વી ચહેરો અને પ્રખર તર્કબળ ધરાવતા. પરંતુ જેમજ તેમણે જીવનમુદ્દો પસંદ કર્યો “માનવસેવા એજ ઇશ્વરસેવા” તેમ તેમ શરીર ભાંગવા લાગ્યું. સ્વામીજીને 32 જાતના રોગો હતા. એક વખત શિષ્યોએ પૂછ્યું: “ગુરુજી, આટલી બધી પીડા હોય છતાં તમે રોજ પ્રવચન કેમ આપો છો? વિશ્વપ્રવાસ કેમ કરો છો?”સ્વામીજી સ્મિતથી બોલ્યા: “મારું શરીર એક સાધન છે – કામ પુરું થાય ત્યાં સુધી ભેગું રાખવું પડે. તેમણે એક વાર વેદાંત ઈજ્ઞક્ષલયિતત માં 16 દિવસ સતત વ્યાખ્યાન આપ્યા હતા – જ્યારે તેઓને કિડનીમાં દુખાવા અને ઉલટી થતી હતી. એક દિવસ તેઓ લન્ડનમાં સ્ટેજ પર જ ઊભા રહી ન શક્યા – શરીર ધ્રૂજતું હતું એમના સંબોધન પછી એક ડોક્ટર કહ્યું: “તમે તો ઈંઈઞમાં હોવા જેવા છો! વિવેકાનંદ મ્હાલવી હાસ્યમાં બોલ્યા: “મારું ICU એટલે ઈશ્વર – Consciousness Unlimited!””
જ્યાંથી આવેલા હતા ત્યાં જ ગયા – વિવેકાનંદના અંતિમ ઘડીઓનું બ્રહ્મયાત્રા સત્ય:
બેલુરમાં રામકૃષ્ણ મઠ, જુલાઈ 1902. સાંજનો સમય સ્વામી વિવેકાનંદના બે નિકટવર્તી શિષ્યો વચ્ચે એક ચર્ચા ચાલતી હતી. તેઓ રામકૃષ્ણ પરમહંસની આગાહી યાદ કરતા: “વિવેકાનંદ ફરીથી સમાધિમાં આવશે – અને જ્યારે સમાધિમાં આવશે ત્યારે તેમને ખ્યાલ આવશે કે તેઓ કોણ છે. એ દિવસ સવારે તેઓ ઊઠ્યાં અને કહ્યું: “આજનો દિવસ મારે માટે ખાસ છે. હું મારા સંતાનને પ્રેમપૂર્વક ભોજન કરાવવા માંગું છું. શિષ્યોને આશ્ચર્ય થયું – કારણ કે શાસ્ત્ર પ્રમાણે ગુરુશિષ્ય પરંપરામાં શિષ્ય ગુરુનું પાદપ્રક્ષાલન કરે, ગુરુ ભોજન લે – પણ અહીં ગુરુ જાતે રસોઈ કરે છે, શિષ્યોને પીરસે છે. સ્વામી વિવેકાનંદે જાતે ભોજન બનાવ્યું અત્યંત સરળ પરંતુ ભાવભર્યું. દરેક શિષ્યને પ્રેમથી પીરસ્યું, કોળાનું શાક, ખીચડી, દહીં. તે બાદ શિષ્યો સહેજ શરમાતાં હતા, પરંતુ તેઓ કહ્યું: “ગુરુદેવ, તમે જાતે પીરસો છો, અમારું હ્રદય ભીંજાય છે” અને તત્કાળ સ્વામી વિવેકાનંદે કહ્યું: “મારો ભગવાન એ નથી કે મંદિરની મૂર્તિમાં બેઠો છે. મારો ભગવાન તો તે છે, જે મને શ્રદ્ધાથી ભોજન લે છે અને જેને હું મારા હ્રદયથી પ્રેમ કરું છું. જેમજ બધાએ ભોજન પૂર્ણ કર્યું – સ્વામી વિવેકાનંદ એક એક શિષ્ય પાસે ગયા. પ્રેંમથી પાણી લાવ્યું અને પોતે ઝૂકી શિષ્યોના પગ ધોયા. શિષ્યો તાત્કાલિક અશ્વસ્ત થઈ ગયા “ગુરુદેવ! તમે અમારાં પગ કેમ ધુઓ છો? તમે અમારા ઈશ્વર છો! સ્વામીજીએ ઉચિત ભાષામાં કહ્યું: “જેમાં ભગવાન વસે છે, તેના પગ ધોઈને ભગવાનના ચરણ સ્પર્શ થયાની લાગણી થાય છે. તમે મારા ભક્ત નહિ મારો આકાર છો. આજે હું ઈશ્વરને પોતાના હાથથી સ્પર્શ કરી રહ્યો છું. અને એ જ સમયે, જાણે સમગ્ર બ્રહ્માંડમાંથી અવાજ થયો હોય તેમ, સ્વામી વિવેકાનંદ ત્યાં આવ્યા. શિષ્યોની આંખે આંખ મલાઈ ગઈ તેમના ચહેરા પર અદભુત તેજ અને ગંભીર શાંતિ હતી. એક શિષ્યે ધીમે પૂછ્યું: “સ્વામી… શું તમને ખબર પડી ગઈ કે તમે ક્યાંથી આવેલા છો? વિવેકાનંદ હળવું સ્મિત કરે છે અને કહે છે: “હા. હવે મને ખબર પડી ગઈ છે. હવે મારો અહીં અભિનય પૂરો થઈ ગયો છે.”ત્યાંથી તેઓ શાંતિપૂર્વક પોતાના રૂમમાં પ્રવેશ કરે છે. રૂમ બંધ થાય છે. અંદરથી અવાજ આવે છે -(વેદોના પઠનનો સાયણભાષ્યના ઊંડા અર્થનો ઉચ્ચાર ‘સૂર્યસૂષુમ્નિ રશ્મિ રુચા’ ની ઊર્જા સમજાવતો અવાજ “અહં બ્રહ્માસ્મિ શિવોહમ્”તે બાદ તેમણે કહ્યું: “મારાં રૂમનો દરવાજું ત્યાં સુધી ના ખોલશો જ્યાં સુધી હું ન કહું. શિષ્યો સાંજે સુધી રાહ જુએ છે. રાત્રિ થઈ જાય છે. કોઈ અવાજ નથી.(જેમજ વહેલી સવારે બારીમાંથી જોવામાં આવે છે તેઓ ધ્યાનની સ્થિતિમાં શ્વાસવિહિન શાંત શાશ્વત તેમના નાક, મોઢા અને કાનમાંથી લોહી નીકળેલું જોવા મળ્યું. ઘણા લોકોએ ગેરસમજથી કહ્યું કે ’નસ ફાટી ગઈ, બ્રહ્મચર્ય તૂટી ગયું હોઈ શકે’ પરંતુ આ એકદમ ખોટું હતું. સાચું કારણ હતું, વિવેકાનંદે પોતાની પૂર્ણ કુંડલિની શક્તિ – અંગ-અંગમાંથી ઉછાળીને સહસ્રારચક્ર સુધી પહોંચાડી હતી. એ સમયે શરીરથી આગળ જવાની દિશામાં અગ્નિવાઈ તીવ્ર બની જાય છે. આખા શરીરમાં એક દબાણ સર્જાય છે – અને કેટલાક યોગીઓમાં નાક/કાનમાંથી લોહી નીકળવું એક સ્વાભાવિક પ્રક્રિયા બની જાય છે. તે સમયે યોગવિદ્વાનોએ કહ્યું હતું: “અમે જાણીએ છીએ કે એમનું શરીર ટૂકું જીવશે કારણ કે એમણે જીવનશક્તિને એક સાથ જાગૃત કરી છે. એમનું બ્રહ્મચક્ર ભેદાયેલું છે. તેઓ જીવ્યા ન હોતા તેઓ અવતાર તરીકે ઉતરી આવ્યા હતા.”