બેંકો ઉપરાંત શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તથા વીમા ક્ષેત્રના નિયમનકારોએ પણ દાવા વિનાની સંપતિનાં માલીકોને શોધી તે પરત કરવા સુચન
બેંકો સહીતની નાણાં સંસ્થાઓમાં હજારો કરોડ રૂપિયા એવા છે જેના કોઈ દાવેદાર નથી. અને આ નાણાના અસલી માલીકોને શોધીને નાણા પરત કરવા માટે ખાસ અભિયાન કેન્દ્રીય નાણામંત્રીએ સુચવ્યુ છે.ફાઈનાન્સીયલ એબીલીટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સીલની વાર્ષિક બેઠકમાં નાણામંત્રી સિતારામને કહ્યું હતું કે નાણા ક્ષેત્રમાં સ્થિરતા રહે તે માટે સંયુકત જવાબદારી છે અને નિયમનકારો સતત વોચ રાખે કોઈપણ પ્રકારની અસ્થિરતા ઉભી ન થાય તે માટે સમયસર યોગ્ય પગલા લેવામાં આવે.
- Advertisement -
આ તકે નાણામંત્રીએ બેંકો સહીતની સંસ્થાઓમાં પડેલા દાવા વગરના નાણાં ઉપરાંત શેર-ડીવીડન્ડનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે નાણાનું દાવેદાર ન હોય છતાં વારસદારની નોંધ હોય તો તેના આધારે નાણાં પરત કરવામાં આવે. વારસદાર પણ આ નાણા વિશે વાકેફ ન હોવાથી દાવા કરતા હોતા નથી. નવી ટેકસ મર્યાદામાં આ કાર્યવાહી કરવાનું સુચવ્યુ હતું. તેઓએ એવી પણ ચોખવટ કરી હતી કે દાવા વિનાના નાણાં-ખાતામાં વારસદારની વિગતો ન હોય તો યોગ્ય પ્રક્રિયા નિયત કરવામાં આવે.
નાણાંપ્રધાને ગત બજેટમાં દાવા વિનાના શેર તથા ડીવીડન્ડ મુળ માલીકને પરત કરાવવા માટે આઈટી પોર્ટલ રચવાની જાહેરાત કરી હતી. કાઉન્સીલની બેઠકમાં કેવાયસી પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.કાઉન્સીલીંગની બેઠકમાં વૈશ્વીક અર્થતંત્રનો પણ ઉલ્લેખ થયો હતો. જોકે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણ સુરક્ષીત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. છતાં સાવધ રહેવાની જરૂરીયાત દર્શાવવામાં આવી હતી. વિશ્વનાં નાણાકીય સંકટના ભારતમાં પ્રત્યાઘાતો નહિં પડે.
નાણામંત્રીએ કહ્યું કે નિયમનકારોએ ઝંઝટભર્યા નિયમો સરળ બનાવવાની દિશામાં ધ્યાન ફોકસ કરવુ જોઈએ. આ પ્રક્રિયામાં થયેલી કામગીરીની ફરી આગામી જુન મહિનામાં સમીક્ષા કરવામાં આવશે. સાયબર એટેક તથા સાયબર છેતરપીંડી અટકાવીને લોકોને નાણાંકીય રક્ષણ આપવાનું પણ તેઓએ આહવાન કર્યું હતું. કાઉન્સીલની આ બેઠકમાં 2019 ના બજેટથી આજ સુધીનાં એકશન ટેકન રીપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી. ગત બજેટની દરખાસ્તો સમયસર અને અસરકારક રીતે લાગુ પાડવામાં ઝડપ લાવવા પણ સુચવ્યુ હતું.
- Advertisement -