મધ્ય પ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ પહેલા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને 6 મેએ કહ્યું હતું કે ‘ધ કેરલ સ્ટોરી’ આતંકવાદની ભયાનક હકીકતને ઉજાગર કરતી ફિલ્મ છે. તેને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ 12 મેએ લોકભવનમાં પોતાની કેબિનેટની સાથે The Kerala Story ફિલ્મને જોશે.
- Advertisement -
'The Kerala Story' उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
- Advertisement -
આ પહેલા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને 6 મેએ કહ્યું હતું કે ‘ધ કેરલ સ્ટોરી’ આતંકવાદની ભયાનક હકીકતને ઉજાગર કરતી ફિલ્મ છે. તેને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
શાંતિ યથાવત રાખવા બંગાળમાં ફિલ્મ પર બેન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ને પ્રદેશમાં બેન કરી દીધી છે. મમતાએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે બંગાળના થિયેટરોમાં ફિલ્મને હટાવી દેવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બંગાળમાં શાંતિ બનાવી રાખવા માટે લેવામાં આવી રહ્યો છે. જેથી શહેરમાં હિંસા અને ક્રાઈમ ન થાય.
'The Kerala Story' to be made tax-free in Uttar Pradesh, tweets CM Yogi Adityanath. https://t.co/kAI031uLTz pic.twitter.com/CoeC0Jg1a5
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 9, 2023
મમતા બેનર્જીએ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે બીજેપીની સરકાર ખોટી સ્ટોરી વાળી બંગાળ ફાઈલ્સ બનાવવા માટે ફિલ્મ કલાકારોને પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે બીજેપી, ‘ધ કેરલ સ્ટોરી’ નામની ફિલ્મ દર્શાવી રહી છે. જેની કહાની જાતે બનાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેમના મોકલેલા એક્ટર્સ બંગાળ આવ્યા હતા અને તે જાતે અને ખોટી રીતે સ્ટોરી બનાવી ફિલ્મ બંગાળ ફાઈલ્સની તૈયારી કરી રહ્યા છે.