હળવદ તાલુકાના બુટવડા ગામે બે ખેડૂતોએ પોતાની ખેતીની જમીનમાં બાગાયત ખેતી કરવા માટે લોન લીધી હતી પરંતુ લોન સમયસર ન ભરતા અને ખાતુ ઓવરડ્યું થતા બેંકને આપેલા ચેક રિટર્ન થતા બેંકે નોટિસ ફટકારી કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં બુટવડાના બંને ખેડૂતોને હળવદ કોર્ટે છ માસની સાદી કેદની સજા અને 4 લાખ 32 હજાર 500 રૂપિયા ફરિયાદીને આપવા તેમજ 10 હજાર સરકારમાં જમા કરાવવા હુકમ કર્યો છે. આ બનાવની અંગે વાત કરવામાં આવે તો, હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા સિંધાભાઈ મોતીભાઈ ભરવાડ અને ગેલાભાઈ મોતીભાઈ ભરવાડે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હળવદ શાખામાંથી ખેતીની જમીનમાં બાગાયત ખેતી કરવા માટે લોન લીધી હતી પરંતુ લોન સમયસર ન ચૂકવાતા બેંકને આપેલો ચેક રિટર્ન થતા બેંકે નોટિસ આપી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં હળવદના પ્રિન્સિપલ એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપી સિંઘાભાઈ મોતીભાઈ ભરવાડ અને ગેલાભાઈ મોતીભાઈ ભરવાડને છ માસની સાદી કેદની સજા તેમજ દંડ રૂપિયા 4,32,500 ફરિયાદીને આપવા તેમજ રૂપિયા 10 હજાર સરકારમાં જમા કરાવવા તેમજ દંડ ભરવામાં કસૂરવાર ઠરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારવા હુકમ કર્યો છે જેમાં ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ રઘુવીરસિંહ જે. ઝાલા રોકાયા હતા.
બુટવડાના બે ખેડૂતને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા અને દંડ ફટકારતી કોર્ટ

Follow US
Find US on Social Medias